PHOTOS

Virat Kohli થી Sourav Ganguly સુધી આ ક્રિકેટર્સે Startups માં લગાવ્યા કરોડો, જુઓ આ રહ્યું લિસ્ટ

નવી દિલ્હી: વર્ષ 2020 માં કોરોના વાયરસનો (Coronavirus) કહેર જોવા મળ્યો અને વર્ષ દરમિયાન મંદીનો માહોલ રહ્યો. જો કે, ઘણા ક્રિકેટર્સ એવા પણ રહ્યા જેમણે વર્ષ દરમિયાન સ્ટાર્ટઅપમાં (Startup) પૈસા લગાવ્યા. મેચમાં જોરદાર પ્રદર્શન કરતા ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) પણ આ લિસ્ટમાં સામેલ છે. આ ઉપરાંત એવા ઘણા દિગ્ગજ છે જેમણે બિઝનેસમાં (Business) મોટી રકમ રોકાણ કરી છે. આવો નજર કરીએ આ લિસ્ટ પર...

Advertisement
1/6
વિરાટ કોહલી
વિરાટ કોહલી

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ (Virat Kohli) સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટ કરવાનો શોખ રાખ છે અને તેણે એક નહીં પરંતુ વર્ષ 2020 માં બે સ્ટાર્ટઅપમાં પૈસા લગાવ્યા છે. તેમણે બેંગ્લોરની એક ઇન્સ્યુરન્સ ટેક સ્ટાર્ટઅપમાં 2 કરોડ રૂપિયા લગાવ્યા છે. જેનું નામ છે ડિજિટ ઇન્સ્યુરન્સ (Digit Insurance). આ ઉપરાંત એક ફેશન સ્ટાર્ટઅપ યૂએસપીએલમાં (USPL) તેમણે 19.3 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે.

2/6
એમએસ ધોની
એમએસ ધોની

એમએસ ધોનીએ (MS Dhoni) તાજેતરમાં જ તેના ફાર્મ હાઉસ પર રમવાનું શરૂ કર્યું છે. આ વર્ષે તેના ખેતરમાં થયેલા શાકભાજી અને ફળના પાકને દુબઇના માર્કેટમાં મોકલવામાં આવશે. આ ઉપરાંત તેણે બેંગ્લોરના સ્ટાર્ટઅપ 'ખાતાબુક'માં (KhataBook) ઇન્વેસ્ટ કર્યું છે. ત્યારબાદ તે 'ખાતાબુક'ના બ્રાન્ડ એમ્બેસડર પણ બન્યો છે.

Banner Image
3/6
અજિંક્ય રહાણે
અજિંક્ય રહાણે

ટીમ ઇન્ડિયાના ટેસ્ટ ટીમના વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણેએ (Ajinkya Rahane) પુણેની એગ્રીટેક કંપની મેરા કિસાનમાં (My Farmer) પૈસા લગાવ્યા છે. તેણે આ વિશે કોઈ ખુલાસો નથી કર્યો કે, તેણે કેટલું ઇન્વેસ્ટ કર્યું છે.

4/6
ગૌતમ ગંભીર
ગૌતમ ગંભીર

ક્રિકેટરથી સાંસદ બનેલા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરે (Gautam Gambhir) આ વર્ષે સ્ટાર્ટઅપમાં પૈસા લગાવ્યા છે. તેમણે સ્વાસ્થ્ય ક્ષેત્રના સ્ટાર્ટઅપના 'એફવાયઆઇ હેલ્થ'માં (FYI Health) રોકાણ કર્યું છે. ગંભીરે કેટલા પૈસા ઇન્વેસ્ટ કર્યા છે તેનો ખુલાસો કર્યો નથી.

5/6
કપિલ દેવ
કપિલ દેવ

ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન કપિલ દેવે (Kapil Dev) ઘણી જગ્યાએ પોતાના પૈસા રોક્યા છે. આ વર્ષે પણ તેમણે કંઇક એવું જ કર્યું છે. તેમણે વર્ષ 2020માં ડીપટેક સ્ટાર્ટઅપ 'હાર્મોનાઈઝર ઇન્ડિયા'માં (Harmonizer India) ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. કપિલ દેવે કેટલા પૈસા લગાવ્યા છે તેનો ખુલાસો થયો નથી.

6/6
સૌરવ ગાંગુલી
સૌરવ ગાંગુલી

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ (Sourav Ganguly) એડટેક સ્ટાર્ટઅપ 'ક્લાસપ્લસ'માં (Classplus) પૈસા લગાવ્યા છે. પરંતુ તેમણે કેટલું ઇન્વેસ્ટ કર્યું છે તેની જાણકારી હજુ સુધી પ્રાપ્ત થઈ નથી. ગાંગુલી આ કંપનીના બ્રાન્ડ એમ્બેસડર પણ બન્યા છે.





Read More