PHOTOS

TV couples: ટીવી શોની આ પાંચ સ્માર્ટ જોડી, જે રિયલ લાઈફમાં પણ છે પતિ-પત્ની, જુઓ કોણ છે સામેલ?

TV શો માં ઘણા એવા કલાકાર છે જે રિયલ લાઈફમાં પતિ-પત્ની છે...તેમ છતાં પણ સિરિયલમાં ભાઈ-બહેનની ભૂમકિા ભજવી ચૂક્યા છે....તો બીજી તરફ કેટલાક એવા કપલ છે જે ટીવી સિરિયલોમાં હમસફર બનીને લોકોના દિલમાં છવાઈ ગયા...અને રિયલ લાઈફમાં પણ એકબીજાના લાઈફ પાર્ટનર બન્યા. આજે અમે આવા જ રિયલ લાઈફ કપલ્સની યાદી લઈને આવ્યા છીએ.

Advertisement
1/5

શરદ કેલકર ખૂબ જ લોકપ્રિય અભિનેતા છે. શરદ સીઆઈડીના સેટ પર કીર્તિ ગાયકવાડને મળ્યો હતો. આ દરમિયાન બંને એકબીજાની નજીક આવ્યા. ત્યારબાદ વર્ષ 2005માં શરદે કીર્તિ સાથે લગ્ન કર્યા. બંનેને કેશા નામની પુત્રી પણ છે.

2/5

રવિ દુબે અને સરગુન મહેતાની જોડી '12/24 કરોલબાગ'માં જોવા મળી હતી. બંનેએ તેમાં પતિ-પત્નીની ભૂમિકા ભજવી હતી. શો દરમિયાન બંને વચ્ચે મિત્રતા થઈ હતી જે થોડા સમય પછી પ્રેમમાં બદલાઈ ગઈ હતી. સરગુન અને રવિએ વર્ષ 2013માં લગ્ન કર્યા હતા.

Banner Image
3/5

ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જીએ લોકપ્રિય ટીવી શો 'રામાયણ'માં ભગવાન રામ અને સીતા માની ભૂમિકા ભજવી હતી. સાથે કામ કરતી વખતે બન્નેને એકબીજા પર દિલ આવી ગયું હતું. વર્ષ 2009માં બંનેએ લગ્ન કરી લીધા હતા. વર્ષ 2011 માં બંનેએ લગ્ન  અંગે સત્તાવાર જાહેરાત કરી અને હાલમાં તેઓને એક દીકરી છે.

4/5

ગૌતમી ગાડગીલે 16 વર્ષની ઉંમરે ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. ગૌતમી અને રામ કપૂરે સીરિયલ 'ઘર એક મંદિર'માં કામ કર્યું હતું. આ દરમિયાન બંને એકબીજાના પ્રેમમાં પડ્યા અને 14 ફેબ્રુઆરી 2003ના રોજ બંનેએ લગ્ન કરી લીધા. હવે રામ કપૂર અને ગૌતમી બે બાળકોના માતા-પિતા છે.

5/5

દીપિકા અને શોએબ 22 ફેબ્રુઆરી 2018ના રોજ લગ્ન કર્યા હતા..દીપિકા કક્કડ અને શોએબ ઈબ્રાહિમ પહેલીવાર કલર્સ ટીવીની લોકપ્રિય સીરિયલ 'સસુરાલ સિમર કા'ના સેટ પર મળ્યા હતા. આ શોમાં બંનેએ પતિ-પત્નીની ભૂમિકા ભજવી હતી. આ શોમાં કામ કરતી વખતે બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.





Read More