PHOTOS

Late Period Reasons: શું તમારા Periods લેટ થઇ રહ્યા છે? જાણો તેના 5 મોટા કારણ

મહિલાઓ માટે પીરિયડ્સ (Periods)ના દિવસોમાં કોઇ મુસીબતથી ઓછું હોતું નથી. આ દરમિયાન ઘણી મહિલાઓને ભારે દુખાવો સહન કરવો પડે છે. તો બીજી તરફ મહિલાઓ માએ પીરિયડ્સનો ટાઇમ પર ન આવવો (Irregular Periods) માથાનો દુખાવો બની જાય છે. પીરિયડ્સ સમયસર ન આવતાં (Late Periods) ન આવતાં ઘણી મહિલાઓને પ્રેગ્નેંસી (Pregnancy)નો ડર સતાવવા લાગે છે. આજે જાણીએ કેટલીક એવી વાતો જેના લીધે પીરિયડ્સ આવવામાં મોડું (Late Period Reasons) થતું હોય છે. 

Advertisement
1/5
તણાવથી પીરિયડ્સ થાય છે અનિયમિત
તણાવથી પીરિયડ્સ થાય છે અનિયમિત

તણાવના લીધે પીરિયડ્સ (Periods) પર અસર પડે છે. તણાવથી શરીરમાં GnRH નામના હોર્મોનની માત્રા ઓછી થઇ જાય છે. તેના લીધે પીરિયડ્સ ટાઇમ પર આવતા નથી. એટલા માટે પોતાને તણાવમુક્ત રાખો અને વધુ પ્રોબ્લમ થતાં ડોક્ટરને સંપર્ક જરૂર કરો. 

2/5
બિમાર થતાં પ્રભાવિત થાય છે પીરિયડ્સ
બિમાર થતાં પ્રભાવિત થાય છે પીરિયડ્સ

જો તમને શરદી, ખાંસી, તાવ અથવા અન્ય કોઇ બિમારી તમને ચપેટમાં લઇ લે છે તો પણ પીરિયડ્સ (Periods) આવવામાં મોડું થાય છે, તો બીજી તરફ બિમારીથી બહાર નિકળતાં જ પીરિયડ્સ (Periods) ટાઇમ પર આવવાનું શરૂ થઇ જાય છે. 

Banner Image
3/5
દિનચર્યામાં ફેરફારથી અનિયમિત થાય છે પીરિયડ્સ
દિનચર્યામાં ફેરફારથી અનિયમિત થાય છે પીરિયડ્સ

ઘણીવાર જોવા મળ્યું છે કે જેમ કે મહિલાઓની દિનચર્યામાં ફેરફાર થાય છે, તરત જ પીરિયડ્સ (Periods) આવવામાં સમસ્યા થવા લાગે છે. પહેલાં જેવી દિનચર્યા પરત ફરતાં જ પીરિયડ્સ (Periods)પણ પહેલાંની માફક નિયમિત થઇ જાય છે. 

4/5
બર્થ કંટ્રોલ પિલ્સથી થાય છે પરેશાની
બર્થ કંટ્રોલ પિલ્સથી થાય છે પરેશાની

મોટાભાગે જોવા મળ્યું છે કે કેટલીક મહિલાઓ માતા બનવા માંગતી નથી. તેના માટે તે બર્થ કંટ્રોલ પિલ્સ (Birth Control Pills) ખાઇ લે છે. આવી દવાઓ ખાવાથી પીરિયડ્સ અનિયમિત થઇ જાય છે. આ દવાઓથી પીરિયડ્સ અથવા તો બંધ થઇ જાય છે અથવા તો જલદી આવવા લાગે છે. સમસ્યાના વધતાં ડોક્ટરનો સંપર્ક જરૂર કરો. 

5/5
બ્રેસ્ટફીડિંગના કારણે પીરિયડ્સમાં સમસ્યા
બ્રેસ્ટફીડિંગના કારણે પીરિયડ્સમાં સમસ્યા

બાળકને દૂધ પિવડાવવાના લીધે પણ પીરિયડ્સ સમયસર આવવામાં સમસ્યા થાય છે. ઘણીવાર એવું જોવા મળ્યું છે કે બાળકોને બ્રેસ્ટફીડિંગ (Breastfeeding) કરાવવાનું બંધ કર્યા બાદ જ પીરિયડ્સ નિયમિત થઇ જાય છે. 





Read More