PHOTOS

પાર્ટનરની સ્લો થયેલી સેક્સ ડ્રાઈવને બુસ્ટ કરશે આ ટીપ્સ, 50 વર્ષે પણ બેડરુમ લાઈફ હશે તરોતાજા

Relationship Tips: જેમ જેમ ઉંમર વધે તેમ તેમ શરીરમાં ફેરફાર થાય છે અને સાથે જ ઈચ્છાઓ પણ બદલે છે. ખાસ કરીને 40 વર્ષ પછી યૌન ઈચ્છાઓ 25 વર્ષે જેવી રહેતી નથી. તેમાં પણ પતિ કે પત્ની બંનેમાંથી કોઈ એકની જ ઈચ્છાઓ ઘટી ગઈ હોય તો બીજા વ્યક્તિએ પોતાનું મન વારંવાર મારવું પડે છે. તેવામાં આ ટીપ્સ તમારા પાર્ટનરની સ્લો થયેલી ડ્રાઈવને બુસ્ટ કરવાનું કામ કરશે. જો તમે 40 વર્ષ પછી પણ તમારી બેડરુમ લાઈફને તરોતાજા રાખવા માંગો છો તો આ ટીપ્સ તમને મદદ કરી શકે છે. 

Advertisement
1/5
શરુઆત કરવાની રીત બદલો
શરુઆત કરવાની રીત બદલો

જો તમારા પાર્ટનરને શારીરિક સંબંધોમાં રસ ન હોય અને તમને ઈચ્છા હોય તો સેક્સ કરતાં ફોરપ્લેને સમય આપો. તેનાથી તમારા પાર્ટનરની ઈચ્છાઓ પણ જાગૃત થશે. અને તમને એકબીજાની નજીક રહેવાનો સમય પણ વધારે મળશે.

2/5
કડલ કરો
કડલ કરો

વધતી ઉંમરે પાર્ટનર સાથે ઈંટીમેટ થવું હોય તો બેડરુમમાં પાર્ટનર સાથે કડલિંગ કરો. પ્રેમભરી વાતો કરતાં કરતાં પાર્ટનરને સ્પેશિયલ ફીલ કરાવો. આમ કરવાથી સેક્સ ડ્રાઈવ પણ બુસ્ટ થશે.

Banner Image
3/5
એક્સરસાઈઝ
એક્સરસાઈઝ

વધતી ઉંમરે ઘણાને ઈરેક્ટાઈલ ડિસફંકશનની સમસ્યા થઈ જાય છે. આવી સ્થિતિમાં એક્સરસાઈઝ કરવી ફાયદાકારક રહે છે. નિયમિત કસરત કરવાથી તમે શરીરમાં સ્ફુર્તિ પણ અનુભવશો.

4/5
પોઝિશન બદલો
પોઝિશન બદલો

ઘણીવાર એક જ પોઝિશન વર્ષો સુધી રહે તો પણ સંબંધોમાં બોરિયત લાગવા લાગે છે. સેક્સ લાઈફમાં નવો રોમાંચ લાવવા માટે નવી નવી પોઝિશન ટ્રાય કરતા રહો.

5/5
સાથે સમય પસાર કરો
સાથે સમય પસાર કરો

માત્ર શારીરિક સંબંધો માટે જ નહીં પરંતુ દિવસ દરમિયાન શક્ય હોય એટલો સમય એકબીજા સાથે પસાર કરો. સાથે જ સમય સાથે ઈચ્છાઓમાં થયેલા ફેરફારની ચર્ચા કરો. જેથી પોતાના પાર્ટનરની સમસ્યા જાણી તેનું સમાધાન કરી તમે બેડરુમ લાઈફને તરોતાજા કરી શકો.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)





Read More