PHOTOS

બજારના ઘટાડામાં રોકાણકારોને ધનવાન બનાવી રહ્યો છે આ સ્ટોક, 3 મહિનામાં આપ્યું 300% રિટર્ન

ાન્યુઆરી, 2025 ના રોજ ખુલ્યો. કંપનીના IPO પર રોકાણ કરવા માટે 7 જાન્યુઆરી સુધી તક હતી. 10 જાન્યુઆરીના રોજ, કંપનીના શેર BSE SME પર 90 ટકા...

Advertisement
1/6

Huge Return: શેરબજારમાં રોકાણકારો માટે આ વર્ષ ખૂબ જ મુશ્કેલ ભર્યું રહ્યું છે. આવી સ્થિતિમાં, આ વર્ષે પણ થોડીક જ કંપનીઓએ રોકાણકારોને સારું વળતર આપ્યું છે. આ ટેક્નોલોજી શેરે પણ આ કંપનીઓની યાદીમાં છે. કંપની 10 જાન્યુઆરીના રોજ BSE SME પર લિસ્ટેડ થઈ હતી. કંપનીએ 90 ટકાના પ્રીમિયમ સાથે શેરબજારમાં પ્રવેશ કર્યો હતો.  

2/6

શુક્રવારે અને 04 એપ્રિલના રોજ કંપનીના શેર બીએસઈમાં 346.80 રૂપિયાના સ્તરે પહોંચ્યા હતા. અગાઉ, કંપનીનું સર્વોચ્ચ સ્તર પ્રતિ શેર 350.80 રૂપિયા હતું. માત્ર 3 મહિનામાં જ કંપનીના શેરની કિંમતમાં 300 ટકાનો વધારો થયો છે. તમને જણાવી દઈએ કે, આ કંપનીના IPOની ઈશ્યૂ કિંમત 85 રૂપિયા પ્રતિ શેર હતી.  

Banner Image
3/6

Fabtech Technologies Cleanroomsનો IPO 3 જાન્યુઆરી, 2025 ના રોજ ખુલ્યો હતો. કંપનીના IPO પર દાવ લગાવવાની 7 જાન્યુઆરી સુધી તક હતી. 10 જાન્યુઆરીએ, કંપનીના શેર BSE SME પર 90 ટકાના પ્રીમિયમ સાથે 161.50 રૂપિયા પર લિસ્ટ થયા હતા.  

4/6

આ મલ્ટિબેગર સ્ટોકે જાહેરાત કરી છે કે તે કેલ્વિન એર કન્ડીશનીંગ અને વેન્ટિલેશન સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડમાં તેનો હિસ્સો વધારશે. આ હિસ્સો એક તૃતીયાંશથી વધારીને 51 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફેબટેકે 2024 માં આ કંપનીમાં એક તૃતીયાંશ હિસ્સો ખરીદ્યો હતો.  

5/6

તમને જણાવી દઈએ કે, કંપનીનું 52 સપ્તાહનું હાઈ લેવલ 350.80 રૂપિયા અને 52 સપ્તાહનું લો લેવલ 161.50 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ 426.74 કરોડ રૂપિયા છે. લિસ્ટિંગ બાદથી આ કંપનીના શેરમાં કોઈ નેગેટિવ ટ્રેન્ડ જોવા મળ્યો નથી.

6/6

(Disclamar: Zee 24 કલાક ફક્ત માહિતી આપે છે, આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ કરવું જોખમી છે. કોઈપણ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો.)  





Read More