Upper Circuit: આ કંપનીના શેર 5 દિવસમાં 100%થી વધુ વધ્યા છે. કંપનીના શેર પાંચ દિવસમાં 10.46 રૂપિયાથી વધીને 21.42 રૂપિયા થઇ ગયા છે. કંપનીના શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર 22.10 રૂપિયા છે.
Upper Circuit: આ ઈન્ડસ્ટ્રીઝ કંપનીના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. આ હોલ્ડિંગ કંપનીના શેર બુધવારે BSE પર 10 ટકા વધીને 21.42 રૂપિયા પર પહોંચી ગયા હતા. આ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં 5 દિવસમાં 104%થી વધુનો વધારો જોવા મળ્યો છે.
આ સમયગાળા દરમિયાન કંપનીના શેર રૂ. 10.46થી વધીને રૂ. 21 થયા છે. આ કંપનીનો શેર સતત ચોથા દિવસે અપર સર્કિટ પર પહોંચ્યો છે. કંપનીનું માર્કેટ કેપ 67.19 કરોડ રૂપિયા છે.
બિનાની ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ(Binani Industries)નો શેર 8 એપ્રિલ 2025ના રોજ 10.46 રૂપિયા પર હતો. 16 એપ્રિલ 2025ના રોજ કંપનીના શેર 21.42 રૂપિયા પર પહોંચી ગયા છે. એક્સચેન્જે આ તોફાની ઉછાળા અંગે 11 એપ્રિલે કંપની પાસેથી સ્પષ્ટતા માંગી છે.
ભાવના વધારા અંગે બિનાની ઈન્ડસ્ટ્રીઝે (Binani Industries)સ્ટોક એક્સચેન્જને જણાવ્યું છે કે આ હિલચાલ સંપૂર્ણપણે બજાર આધારિત છે અને બજારની સામાન્ય સ્થિતિ સાથે જોડાયેલ છે. બિનાની ઈન્ડસ્ટ્રીઝે કહ્યું છે કે હાલમાં એવી કોઈ માહિતી કે મહત્વની અને ભાવ સંવેદનશીલ ઘટના નથી, જેનાથી શેરની મુવમેન્ટ પર અસર થઈ શકે.
છેલ્લા એક મહિનામાં બિનાની ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરમાં 115% થી વધુનો ઉછાળો આવ્યો છે. 17 માર્ચ, 2025ના રોજ કંપનીના શેર રૂ. 9.95 પર હતા. બિનાની ઇન્ડસ્ટ્રીઝના શેર 16 એપ્રિલ 2025ના રોજ રૂ. 21.42 પર પહોંચી ગયા છે. છેલ્લા બે મહિનામાં આ હોલ્ડિંગ કંપનીના શેરમાં 71%નો વધારો થયો છે.
બિનાની ઇન્ડસ્ટ્રીઝના શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂ. 22.10 છે. તે જ સમયે, કંપનીના શેરનું 52 સપ્તાહનું નીચલું સ્તર રૂ. 9.13 છે. કંપનીમાં પ્રમોટર્સનો હિસ્સો 52.62% છે. તે જ સમયે, પબ્લિક શેરહોલ્ડિંગ 47.38 ટકા છે. શેરહોલ્ડિંગનો આ ડેટા માર્ચ 2025 ક્વાર્ટર સુધીનો છે.
(Disclamar: Zee 24 કલાક ફક્ત માહિતી આપે છે, આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ કરવું જોખમી છે. કોઈપણ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો.)