PHOTOS

પતિની એક્સને લઈ કિયારા અડવાણીના હતા આ અરમાન, લગ્ન થયા પણ અધુરી રહી ઈચ્છા

Kiara Advani-Sidharth Malhotra:કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા તેમના લગ્ન પછી પણ સતત ચર્ચામાં છે. તેમને 7 ફેબ્રુઆરીએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્ન કર્યા. હવે એક પછી એક તેમની તસવીરો સામે આવી રહી છે. જોકે બંને લગ્ન કરવાના છે તે વાત પહેલાથી જ કન્ફર્મ થઈ ગઈ હતી. કોફી વિથ કરન સીઝન 7 માં જ્યારે સિદ્ધાર્થ અને કિયારા અલગ અલગ એપિસોડમાં પહોંચ્યા હતા તો તેમને લગ્નને લઈને ચર્ચા કરી હતી. ખાસ કરીને કિયારા અડવાણીએ પોતાના પતિની એક્સને લઈને કેટલીક વાત કહી હતી.

Advertisement
1/5

ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં કોફી વિથ કરનમાં કિયારા અડવાણી શાહિદ કપૂર સાથે પહોંચી હતી. કરણ અને શાહિદ કપૂર એ કિયારા અડવાણીની તેની લવ લાઈફને લઈને ખુબ મસ્તી કરી હતી. શાહિદ કપૂરે તો ત્યાં સુધી કહી દીધું હતું કે વર્ષના અંતમાં જ આ અંગે ગુડ ન્યુઝ મળશે. 

2/5

શોમાં કિયારા અડવાણીએ પોતાના લગ્નની પ્લાનિંગ વિશે પણ જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે તેને લગ્નમાં વિશ્વાસ છે કારણ કે તેના ઘરમાં જ સુંદર લગ્ન થયા છે. 

Banner Image
3/5

આ સાથે જ જ્યારે રેપિડ ફાયર રાઉન્ડમાં કરજ જોહરે પૂછ્યું કે એવી કઈ સેલિબ્રિટી હશે જેને કિયારા પોતાની બ્રાઇડલ સ્કોડમાં જોવા ઈચ્છે છે ? ત્યારે ક્યારા અડવાની એ પતિની એક્સ આલિયા ભટ્ટ નું નામ આપ્યું હતું. તેની ઈચ્છા હતી કે આલિયા ભટ્ટ તેની બ્રાઇડલ સ્કોડમાં હોય. 

4/5

જણાવી દઈએ કે સિદ્ધાર્થ મલ્હોત્રા અને આલિયા ભટ્ટ એકબીજા સાથે રિલેશનમાં હતા પરંતુ થોડા સમય પછી તેમનું બ્રેકઅપ થઈ ગયું. જ્યારે કરણ જોહરના શોમાં સિદ્ધાર્થ મલ્હોત્રા પહોંચ્યો હતો ત્યારે તેણે રેપિડ ફાયર રાઉન્ડમાં ઈમાનદારીથી સ્વીકાર્યું હતું કે આલિયા ભટ્ટ તેના જીવનમાં હતી.

5/5

જો કે કીયારા અડવાણીનું આલિયા ભટ્ટને લગ્નમાં બોલાવવાનું સપનું તો અધૂરૂ રહી ગયું પરંતુ સિદ્ધાર્થ અને કિયારાના રિસેપ્શનમાં આલિયા ભટ્ટ પોતાની સાસુ નીતા કપૂર સાથે જોવા મળી હતી.





Read More