PHOTOS

Gay Pride Parade: આકરી સુરક્ષા વચ્ચે 10 હજાર લોકોએ લીધો ભાગ, થઇ ચૂક્યો છે જીવલેણ હુમલો

Advertisement
1/7
Jerusalem Annual Gay parade
Jerusalem Annual Gay parade

આકરી સુરક્ષા વચ્ચે યરૂશલમમાં હજારો લોકોએ વાર્ષિક ગે પ્રાઇડ પરેડ (સમલૈંગિક ગર્વ પરેડ)માં ભાગ લીધો. જોકે 2015માં શહેરમાં આયોજિત ગે પ્રાઇડ પરેડ જીવલેણ હુમલો થયો હતો. પોલીસે કાલે એક નિવેદનમાં કહ્યું કે અમે કોઇપણ પ્રકારની અશાંતિ ફેલાવવાની પરવાનગી આપીશું નહી અને અમે માર્ચમાં ભાગ લેનાર લોકોની સુરક્ષા સુનિશ્વિત કરીશું. 

2/7
Annual Gay parade Jerusalem
Annual Gay parade Jerusalem

નિવેદનમાં કહેવામાં આવ્યું કે પરેડની શરૂઆતમાં 10,000 લોકો પહોંચ્યા. પરેડની શરૂઆત યરૂશલમ પાર્કથી થઇ અને આ નજીકની ગલીઓમાંથી પસાર થઇ. 

Banner Image
3/7
Gay Pride Parade Jerusalem
Gay Pride Parade Jerusalem

યરૂશલમ પાર્કમાં એએફપી સાથે વાત કરતાં વિપક્ષી નેતા તજીપી લિવનીએ કહ્યું કે હું અહીં સરકારને એક સંદેશ આપવા માંગુ છું કે ઇઝરાઇલને નિશ્વિતપણે એવો દેશ હોવું જોઇએ જે બરાબરી અને સ્વતંત્રા જેવા મૂલ્યોને માન્યતા આપે. 

4/7
Thousands join Gay Pride parade in Jerusalem
Thousands join Gay Pride parade in Jerusalem

ઇઝરાઇલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂની સરકારને ઇઝરાઇલના ઇતિહાસમાં સૌથી પ્રખંડ દક્ષિણપંથી સરકારની માફક જોવામાં આવે છે. વર્ષ 2015માં આ પ્રકારે પરેડ પર થયેલા હુમલામાં 16 વર્ષીય એક છોકરીની હત્યા કરી હતી અને પાંચ અન્ય ઘાયલ થયા હતા. 

5/7
Israeli police at the Jerusalem Pride Parade
Israeli police at the Jerusalem Pride Parade

તો બીજી તરફ ભારતમાં આ સંબંધમાં પણ હજુ પણ ચર્ચા ચાલે છે. આખી દુનિયામાં અમેરિકા સહિત કેટલાક એવા દેશ છે જ્યાં આ મુદ્દાને લઇને વિચિત્ર સ્થિતિ બનેલી છે. અમેરિકાના ફક્ત 14 રાજ્યોમાં સેમ સેક્સ અથવા ગે સેક્સ મેરેજને કાનૂની માન્યતા મળી ગઇ છે. 

6/7
People take part in gay pride parade in Jerusalem
People take part in gay pride parade in Jerusalem

વર્ષ 2000માં નેધરલેંડ્સ દુનિયાનો પ્રથમ એવો દેશ બન્યો હતો જ્યાં સેમ સેક્સના કપલ્સને લગ્ન કરવા, છુટાછેડા લેવા અને બાળકો દત્તક લેવાને કાનૂની માન્યતા પ્રાપ્ત થઇ હતી. અહીંયા આજે લગભગ 20,000 કપલ્સ એવા છે જેમને સેમ સેક્સ સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2003માં બેલ્ઝિયમમાં સંસદે ગે મેરેજને કાનૂની કર્યા તો ખૂબ વિરોધ થયો હતો. પરંતુ આ ગ્લોબલ કેમ્પેન બાદ પણ આજ સુધી અહીંયા તેને માન્યતા મળી ગઇ છે. 

7/7
gay pride parade in Jerusalem
gay pride parade in Jerusalem

કેનેડામાં બે વર્ષ સુધી ચાલેલા વિરોધ પ્રદર્શનો બાદ ગે મેરેજને માન્યતા પ્રાપ્ત થઇ. સાઉથ આફ્રીકાની કોર્ટે 2005માં એક આદેશ પસાર કર્યો જેના હેઠળ તેને ગે મેરેજને રોકવા અથવા પછી તેનો વિરોધ કરવો દેશના સંવિધાન વિરૂદ્ધ ગણાવ્યો હતો. આ દેશો ઉપરાંત બીજા પણ ઘણા દેશ આ સંબંધને માન્યતા આપી ચૂક્યા છે. 





Read More