Gujarat weather update: ગુજરાતમાં આગામી 24 કલાક ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. મધ્યપ્રદેશ પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આ ઉપરાંત અન્ય ત્રણ સિસ્ટમો સક્રિય થતાં દક્ષિણ ગુજરાત સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે.
મુંબઈ સહિત દેશભરમાં ચોમાસુ શરૂ થઈ ચૂક્યુ છે. હવે ચોમાસુ 120 કિલોમીટર જેટલું જ ગુજરાતથી દૂર છે. એટલે કે આગામી દિવસોમાં ચોમાસું ગુજરાતમાં પધરામણી કરી શકે છે. આમ જોઈએ તો સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું 15 જૂને આવે છે. પરંતુ આ વખતે તો જૂનની શરૂઆતમાં જ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ થાય તેવી શકયતાઓ ઉભી થઇ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં તો વરસાદ વરસી જ રહ્યો છે. પરંતુ રવિવારે અને સોમવારે મધ્ય ગુજરાતથી લઇને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં તોફાની વરસાદ ત્રાટક્યો હતો.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, પવનની ઝડપ 50 થી 60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આ સાથે દરિયામાં પણ ઊંચા મોજા ઉછળી શકે છે, જેના કારણે માછીમારોને આગામી કેટલાક દિવસો માટે દરિયો ન ખેડવાની ચેતવણી અપાઈ છે. રાજ્ય સરકારે આ સ્થિતિના પગલે દરેક જિલ્લાના સ્થાનિક તંત્રને સક્રિય રહેવા સૂચના આપી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવનાઓ છે. રાજયના કેટલાક વિસ્તારોમાં 50થી 60 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.વરસાદી સિસ્ટમને પગલે દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે છે. જેથી માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ઓરેન્જ અલર્ટ જાહેર કર્યું છે. હાલ ચોમાસુ મુંબઈ પહોંચ્યું છે.
હવામાન વિભાગે રાજ્યના દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં હવામાન ફરીથી ભયાનક બની રહ્યુ છે. વાવાઝોડું જેવી સ્થિતિ સર્જી શકે એવી ત્રણ વરસાદી સિસ્ટમની સક્રિયતા જોવા મળી રહી છે. આ ભયાનક વરસાદથી ઘણા નુકસાનની શક્યતા પણ સેવાઇ રહી છે. ખાસ કરીને ખેડૂતોને સતર્ક રહેવા જણાવવામાં આવ્યુ છે.
દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે. ખાસ કરીને ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની ચેતવણી સાથે સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ વરસાદી મિજાજ જામ્યો છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડી શકે છે. તંત્રએ તાકીદના પગલા રૂપે તટવર્તી વિસ્તારોમાં અવરજવર પર નજર રાખવા સૂચના આપી છે.