PHOTOS

Sonali Phogat Last Photos: મોતના થોડા સમય પહેલા સોનાલીએ શેર કરી હતી પોતાની છેલ્લી તસવીરો, લખી હતી આ વાત

Sonali Phogat Last Photos Before Death: બિગ બોસ અને ટિકટોકથી લઈને રાજનીતિ સુધી ખુબ ચર્ચિત ચહેરો હરિયાણાની સોનાલી ફોગાટનું 41 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી નિધન થઈ ગયું છે. સોનાલી ફોગાટ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહેતી હતી અને પોતાની તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી હતી.

Advertisement
1/5

સોનાલી ફોગાટે પોતાના મોતની થોડી કલાકો પહેલા સોશિયલ મીડિયા પર બે પોસ્ટ કરી હતી. તેમાં તેનો રીલ વીડિયો હતો અને એક પોસ્ટમાં તેણે પોતાની અંતિમ તસવીરો ફેન્સની સાથે શેર કરી હતી, જે હવે ઝડપથી વાયરલ થઈ રહી છે.   

2/5

હકીકતમાં સોનાલી ફોગાટે ગુલાબી પાઘડી પહેરી બોલીવુડના રેટ્રો સોન્ગ રખ સે જરા નકાબ હટા દો પર રીલ બનાવી હતી. તેવામાં તેણે પોતાના આ લુકની કેટલીક તસવીરો પણ ક્લિક કરી તેના ફેન્સની સાથે શેર કરી હતી, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.  

Banner Image
3/5

સામે આવેલી આ તસવીરોમાં સોનાલી ફોગાટનો ખુબ સુંદર અને ખુશમિજાજ અંદાજ જોવા મળી રહ્યો છે. પરંતુ હવે સોનાલીની આ તસવીરોના કોમેન્ટ બોક્સમાં તેના ફેન્સ શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. નોંધનીય છે કે સોનાલીએ પોતાની પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું- સોનાલી ફોગાટ  #alwaysready #smile #strong #Dabang #RealBossLady #Haryana".

4/5

સોનાલી ફોગાટ હવે ભલે રાજનીતિમાં એક્ટિવ રહેવા લાગી હતી પરંતુ તે અભિનેત્રી અને એન્કર પણ રહી છે. તેણે પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2006માં હિસાર દૂરદર્શનમાં એન્કરિંગથી કરી હતી. તેના બે વર્ષ બાદ તે ભાજપમાં સામેલ થઈ હતી.  

5/5

તે પંજાબી અને હરિયાવણી ફિલ્મો અને મ્યૂઝિક વીડિયોઝનો ભાગ રહી ચુકી છે. હરિયાવણી ફિલ્મોમાં સોનાલી ફોગાટે વર્ષ 2019માં આવેલી ફિલ્મ છોરિયાં છોરોં સે કમ નહીં હોતીંથી પર્દાપણ કર્યું હતું. સોનાલી માત્ર એક અભિનેત્રી નહીં પરંતુ માત્ર એક પોપ્યુલર ટિકટોક સ્ટાર પણ રહી ચુકી છે. 





Read More