PHOTOS

Curd: દરરોજ ઘરે આઈસક્રીમ જેવું ઘટ્ટ અને સ્વાદિષ્ટ દહીં જામશે, આ ટીપ્સ ફોલો કરવાનું શરુ કરી દો

How To Set Thick Curd: ડેરીમાં મળે એવું ઘટ્ટ દહીં ઘરે જમાવવું એકદમ સરળ છે. ઉનાળામાં પાણી વિનાનું દહીં જમાવવું મુશ્કેલ હવે નહીં લાગે. કારણ કે બજારમાં મળતા દહીંનું સીક્રેટ આજે તમને જણાવી દઈએ. જો તમે આ ટીપ્સને ફોલો કરી દહીં જમાવશો તો તમારા ઘરે પણ રોજ આઈસક્રીમ જેવું દહીં જામશે. 
 

Advertisement
1/6
દહીં માટેનું દૂધ
દહીં માટેનું દૂધ

સારું દહીં જમાવવું હોય તો દૂધ પણ સારું હોય તે જરૂરી છે. દહીં હંમેશા ફુલ ક્રીમવાળા દૂધથી જમાવવું જોઈએ. તેનાથી દહીં ઘટ્ટ થાય છે અને ખાટું પણ નથી થતું. દહીં જમાવતા પહેલા દૂધને સારી રીતે ગરમ કરી લેવું અને પછી ઠંડુ થવા દેવું.  

2/6
દૂધમાં મેળવણ ઉમેરવાનો સમય
દૂધમાં મેળવણ ઉમેરવાનો સમય

દહીં જમાવવા માટે દૂધમાં મેળવણ ત્યારે ઉમેરો જ્યારે દૂધ હુંફાળુ ગરમ હોય. વધારે પડતા ઠંડા કે ગરમ દૂધમાં મેળવણ ઉમેરી દેશો તો દહીં ખાટું અને પાણીવાળું થશે.   

Banner Image
3/6
ફ્રેશ દહીં
ફ્રેશ દહીં

દૂધમાં મેળવણ તરીકે જે દહીં ઉમેરવાનું હોય તે દહીં તાજું અને ખાટું ન હોય તે જરૂરી છે. તાજું મેળવણ લેશો તો દહીં પણ ટેસ્ટી બનશે.  

4/6
મિલ્ક પાવડર
મિલ્ક પાવડર

આઈસક્રીમ જેવું ઘટ્ટ દહીં બનાવવું હોય તો દૂધ હુંફાળુ ગરમ હોય ત્યારે તેમાં 1 ચમચી મિલ્ક પાવડર ઉમેરો અને પછી મેળવણ ઉમેરો. આ રીતે દહીં જમાવશો તો એકદમ ટેસ્ટી અને કાપો ત્યારે ચોસલા પડે એવું દહીં જામશે.   

5/6
દહીં માટેનું વાસણ 
દહીં માટેનું વાસણ 

તમે દહીં કયા વાસણમાં જમાવો છો એ પણ મહત્વનું છે. શક્ય હોય તો ઉનાળામાં દહીં માટીના વાસણમાં જ જમાવો. તેનાથી સ્વાદ સારો આવે છે. આ સિવાય દહીં એવા વાસણમાં જમાવવું જોઈએ જેમાં તેને સારી રીતે ઢાંકી શકાતું હોય.  

6/6




Read More