PHOTOS

2 રૂપિયાના સ્ટોકે કરાવી છપ્પરફાડ કમાણી, 1 વર્ષમાં એક લાખના બની ગયા 85 લાખ રૂપિયા

Stock Market News: શેરબજારમાં ઉતાર-ચઢાવ આવતો રહે છે. જોકે, એવી કંપનીઓની કોઈ કમી નથી કે જેના શેર બજારમાં ઘટાડાથી પ્રભાવિત ન થયા હોય. છેલ્લા એક વર્ષમાં શેરબજારમાં એક શેરે તેના રોકાણકારોને ધનવાન બનાવ્યા છે.

Advertisement
1/6
શેર બજારમાં જોખમ પરંતુ મળશે શાનદાર રિટર્ન
  શેર બજારમાં જોખમ પરંતુ મળશે શાનદાર રિટર્ન

દરેક વ્યક્તિએ ક્યારેક ને ક્યારેક વિચાર્યું હશે કે તેઓ આટલા પૈસા કેવી રીતે કમાઈ શકે છે કે તેમને મહેનત ન કરવી પડે. પૈસા કમાવવા માટે, કેટલાક લોકો બચત યોજનાઓમાં રોકાણ કરે છે. કેટલાક બેંકમાં FD કરાવે છે. પરંતુ હવે સ્માર્ટ રોકાણનો યુગ છે. હવે લોકો ઓછા સમયમાં સારા વળતર માટે મ્યુચ્યુઅલ ફંડ અને શેરબજારમાં પૈસા રોકાણ કરી રહ્યા છે. અલબત્ત, બજાર સાથે જોડાયેલા હોવાને કારણે, આવા રોકાણમાં હંમેશા જોખમ રહેલું છે, પરંતુ તમને સારું વળતર પણ મળે છે.

2/6
શેર બજારમાં આ સ્ટોકે બનાવ્યા માલામાલ
 શેર બજારમાં આ સ્ટોકે બનાવ્યા માલામાલ

જો તમે કોઈ એવી જગ્યાએ રોકાણ કરવાનું વિચારી રહ્યાં ચો જ્યાં તમને ઓછા સમયમાં વધુ રિટર્ન મળે, તો સ્ટોક કે શેર માર્કેટમાં પૈસા લગાવવા એક સારો વિકલ્પ હોઈ શકે છે. શેર બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળે છે, પરંતુ એવી ઘણી કંપનીઓ છે, જેની કિંમત પર કોઈ અસર પડી નથી. સ્ટોક માર્કેટમાં એક કંપની એવી છે જેણે માત્ર ઓછા સમયમાં પોતાના ઈન્વેસ્ટરોને માલામાલ બનાવી દીધા છે. 

Banner Image
3/6
Elitecon International ના સ્ટોકે કર્યો કમાલ
  Elitecon International ના સ્ટોકે કર્યો કમાલ

માર્કેટમાં ઘટાડા છતાં તમાકુ કંપની Elitecon International ના શેરમાં સતત અપર સર્કિટ લાગી રહી છે. આ સમયે કંપનીના શેરનો ભાવ 98 રૂપિયા પર પહોંચી ગયો છે, જે 52 વીકનો હાઈ પણ છે.  

4/6
1 વર્ષ પહેલા 1.10 રૂપિયા હતો શેરનો ભાવ
 1 વર્ષ પહેલા 1.10 રૂપિયા હતો શેરનો ભાવ

Elitecon International ના શેરનો ભાવ શુક્રવારે 98 રૂપિયા પર બંધ થયો હતો. જ્યારે એક વર્ષ પહેલા આ શેરની કિંમત માત્ર 1.10 રૂપિયા હતી, એટલે કે બે રૂપિયાથી પણ ઓછી.

5/6
રોકાણકારોને કરાવી બમ્પર કમાણી
 રોકાણકારોને કરાવી બમ્પર કમાણી

Elitecon International નો શેર છેલ્લા એક વર્ષમાં જોરદાર પરફોર્મ કરી રહ્યો છે. જો કોઈ ઈન્વેસ્ટરે 1 વર્ષ પહેલા કંપનીના શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત તો આજે તેની વેલ્યુ 90 લાખ રૂપિયા જેટલી થઈ ગઈ હોત. 1.10 રૂપિયા પ્રમાણે 1 લાખ રૂપિયામાં 90,909 શેર મળત. આજે આ શેરની કિંમત 98 રૂપિયા પહોંચી ગઈ છે. એટલે કે ઈન્વેસ્ટ કરેલી રકમની વેલ્યુ આજે આશરે 90 લાખ રૂપિયા હોત.  

6/6

(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો) 





Read More