savings scheme: જોખમ લીધા વગર રોકાણ કરવાની દરેકની ઈચ્છા હોય છે. તો અમે તમને નફાની ગેરંટીવાળી પોસ્ટ ઓફિસની આ 5 સરકારી સ્કીમ્સ વિશે જણાવીશું. પોસ્ટ ઓફિસની કેટલીક એવી સ્કીમ છે જે શેર માર્કેટ વગેરેની તુલનામાં સારા રિટર્ન સાથે સેફ્ટી આપે છે. પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોકાણ કરી તમે ભવિષ્યનું નાણાકીય પ્લાનિંગ કરી શક છો. તો આવો આ સ્કીમ વિશે જાણીએ.
રોકાણ કરવા માટે લોકો સારા વિકલ્પ શોધતા રહે છે. આ કારણ છે કે લોકોના હિત માટે સરકાર પણ રોકાણ માટે બેસ્ટ સ્કીમ ચલાવી રહી છે. પોસ્ટ ઓફિસની આવી 5 સેફ અને હાઈ રિટર્નવાળી સ્કીમ છે, જેમાં રોકાણ કરવું દરેક માટે ફાયદાનો સોદો હોય છે. પોસ્ટ ઓફિસની કેટલીક સ્કીમ ન માત્ર ટેક્સ બચાવવામાં મદદ કરે છે, પરંતુ લાંબાગાળે નાણાકીય સુરક્ષા પણ આપે છે, આવો પોસ્ટ ઓફિસની પાંચ શાનદાર ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ વિશે જાણીએ.
સુકન્યા સમૃદ્ધિ યોજના સરકાર તરફથી એક ફાયદાકારક સ્કીમ માનવામાં આવે છે. આ સ્કીમ ખાસ કરીને દીકરીઓને ભવિષ્યમા સુરક્ષા આપવાનું કામ કરે છે. આ સ્કીમમાં દીકરીના નામ પર વાર્ષિક ઓછામાં ઓછા 250 રૂપિયાથી લઈને મહત્તમ 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. આ સ્કીમમાં આશરે 8.20 ટકાનું વ્યાજ મળે છે. તેમાં કલમ 80સી હેઠળ ટેક્સ છૂટનો લાભ સામેલ છે.
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) પણ રોકાણ માટે સલામત અને લાંબા ગાળાની લાભદાયી યોજના છે. સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજનામાં વાર્ષિક રૂ. 500 થી રૂ. 1.5 લાખ સુધીના રોકાણના વિકલ્પો મળી શકે છે. આ મહાન યોજનામાં, તમને લગભગ 7.10% વ્યાજ મળે છે. પીપીએફનો કુલ સમયગાળો 15 વર્ષ છે. પૈસા અને ટેક્સ બચાવવા માટે આ સ્કીમ રોકાણ માટે સારી માનવામાં આવે છે.
નેશનલ સેવિંગ સર્ટિફિકેટ એક નિશ્ચિત આવક રોકાણ યોજના છે. કોઈપણ ભારતીય નાગરિક કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર મેળવી શકે છે. NSC એકલ અથવા સંયુક્ત રીતે ખરીદી શકાય છે. તે પાસબુકના રૂપમાં જારી કરવામાં આવે છે. તમે તેમાં રોકાણ કરીને પણ ટેક્સ બચાવી શકો છો. હાલમાં, તે 7.7% વાર્ષિક વ્યાજ આપે છે. જો કે, વ્યાજની રકમ રોકાણના સમયગાળા દરમિયાન જ આપવામાં આવે છે. વ્યક્તિ તેમાં ઓછામાં ઓછા રૂ. 1000નું રોકાણ કરી શકે છે. NSCમાં રોકાણ માટે કોઈ મહત્તમ મર્યાદા નથી.
જો તમે વરિષ્ઠ નાગરિક છો અને સુરક્ષિત રોકાણની સાથે ટેક્સ બચાવવા માંગો છો, તો તમે પોસ્ટ ઓફિસ સિનિયર સિટિઝન્સ સેવિંગ્સ સ્કીમ એકાઉન્ટ (SCSS)માં નાણાંનું રોકાણ કરી શકો છો. 60 વર્ષથી વધુ ઉંમરના લોકો આ સ્કીમમાં પૈસાનું રોકાણ કરી શકે છે. હાલમાં આ યોજનામાં 8.20% વાર્ષિક વ્યાજ આપવામાં આવે છે. આ યોજના સરકાર દ્વારા 100% સુરક્ષિત છે. એટલે કે આના પર શૂન્ય જોખમ છે. આ યોજનાની પાકતી મુદત 5 વર્ષ છે. રોકાણની મહત્તમ મર્યાદા વ્યક્તિ દીઠ રૂ. 30 લાખ છે. વ્યાજ દર 3 મહિને બદલાતું રહે છે.
જો આપણે સુરક્ષિત રોકાણ અને સારા વળતરની વાત કરીએ તો પોસ્ટ ઓફિસની સ્કીમ કિસાન વિકાસ પત્રનો કોઈ જવાબ નથી. આ યોજના હેઠળ, તમારા પૈસા ફક્ત 115 મહિનામાં ડબલ થઈ જાય છે. આ યોજનામાં 7.5%ના દરે વ્યાજ આપવામાં આવે છે. તમે કટોકટીના સમયમાં KVP ખાતામાંથી લોન પણ લઈ શકો છો. કિસાન વિકાસ પત્ર એટલે કે KVP પર પ્રાપ્ત વ્યાજની ગણતરી ચક્રવૃદ્ધિ ધોરણે કરવામાં આવે છે. આ સ્કીમ હેઠળ રોકાણકારોને મળેલી રકમમાં પણ ટેક્સ ઉમેરવામાં આવે છે.