Most Popular Horror Show: વર્ષો પહેલા એવો ટીવી સીરીયલ્સમાં હોરર શોનો ટ્રેન્ડ શરુ થયો હતો. તે સમયે એક પછી એક ઘણા હોરર શો આવવા લાગ્યા હતા. પરંતુ તેમાંથી કેટલાક હોરર શો એવા હતા કે જેને જોવા માટે ખરેખર હિંમતની જરૂર પડતી. આ શોની શરુઆત થાય અને જે મ્યુઝીક શરુ થાય તેનાથી પણ કાચાપોચા મનના લોકો ધ્રુજી જતાં હતા. આજે તમને ટીવી પર આવતા 6 ફેમસ હોરર શો વિશે જણાવીએ જેને લોકોએ ખૂબ પસંદ કર્યા હતા.
આ લિસ્ટમાં પહેલા 'ઝી હોરર શો' આવે છે. આ શોના ઈન્ટ્રો સોંગનો અવાજ એટલો ભયાનક હતો કે બાળકો તો પોતાાના કાન જ બંધ કરી લેતા હતા. આ હોરર શો ઘણા વર્ષો પહેલા ઝી ટીવી પર આવતો હતો. આ શોના દરેક એપિસોડમાં અલગ અલગ વાર્તા દર્શાવવામાં આવતી હતી.
સોની ટીવી પર આવતી 'આહટ' સીરીયલ પણ લોકોને ખૂબ જ ડરાવતી હતી. 'ઝી હોરર શો'ની જેમ આ સીરિયલ પણ ખૂબ જ ભયંકર હતી અને તેની સ્ટોરી પણ ખૂબ જ રસપ્રદ હતી.
સ્ટાર પ્લસ પર આવનારા હોરર શો 'શશશ..કોઈ હૈ'ને કદાચ કોઈ ભૂલ્યું નહીં હોય. જેમાં તેમાં ભૂત સંબંધિત ભયાનક વાર્તાઓ દર્શાવવામાં આવી હતી. આ અલૌકિક શો તે સમયે લોકપ્રિય થયો હતો.
એકતા કપૂરની ફેમસ સીરિયલ 'ક્યા હદસા ક્યા હકીકત' પણ ઘણી લોકપ્રિય થઈ હતી. આ શો સોની ચેનલ પર આવતો હતો. આ સિરિયલ પણ હોરર સ્ટોરી પર આધારિત હતી.
સહારા વન ટીવી ચેનલ ઘણા સમય પહેલા બંધ થઈ ગઈ છે. પરંતુ આ ચેનલ પર એક ભૂતિયા શો આવતો હતો જેની ખૂબ જ ચર્ચા થતી હતી. આ શોનું નામ છે 'રાત હોને કો હૈ'. આ શોમાં ભૂતની અલગ-અલગ અને ટૂંકી વાર્તાઓ બતાવવામાં આવી હતી.
દૂરદર્શન પર પણ હોરર શો પ્રસારિત થતો હતો. આ શોનું નામ કિલ્લે કા રહસ્ય હતું. આ શોમાં દેશના રહસ્યમયી કિલ્લા સંબંધિત વાતો દર્શાવવામાં આવતી હતી.