Top 5 cheapest car price in 2025: જો તમને પણ 2025માં બજેટમાં એક નવી કાર ખરીદવાનું વિચારતા હોવ તો આ લિસ્ટ તમને મદદરૂપ થશે. ઓછા ભાવમાં સારી માઈલેજ, ફીચર્સ અને સેફ્ટી આપતી આ કારો મિડલ ક્લાસ પરિવારો માટે બેસ્ટ ઓપ્શન બની શકે છે. 2025ની સૌથી સસ્તી કારો વિશે ખાસ જાણો.
આ યાદીમાં સૌથી પહેલું નામ મારુતિ સુઝૂકીની Alto K10નું આવે છે. મિડલ ક્લાસના લોકો માટે આ કાર બેસ્ટ ઓપ્શન છે. આ કારની કિંમત 4 લાખથી 5.96 લાખ રૂપિયા વચ્ચે છે. આ કારની માઈલેજ પણ સારી છે. કંપનીનો દાવો છે કે આ કાર 24-25 kmpl ની માઈલેજ આપવાની ક્ષમતા ધરાવે છે. આ કારમાં 1.0L પેટ્રોલ એન્જિનની સાથે સાથે સીએનજી એન્જિન પણ મળે છે. તેમાં 7 ઈંચ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સ્ક્રીન આપવામાં આવ્યો છે. તે ડ્યુઅલ એરબેગ્સની સાથે સાથે ABS નું પણ ફીચર્સ ગાડીમાં મળી જાય છે.
ભારતમાં સૌથી સ્ટાઈલિશ અને સસ્તી હેચબેકમાં Renault Kwid નું નામ સૌથી ઉપર આવે છે. આ ગાડીની કિંમત 4.70 લાખથી 6.45 લાખ રૂપિયા વચ્ચે છે. આ કાર 21-22 kmpl ની જબરદસ્ત માઈલેજ આપે છે. આ કારમાં 0.8L અને 1.0Lનું પેટ્રોલ એન્જિન મળી જાય છે.
ટાટાની ગાડી પોતાની મજબૂતી માટે જાણીતી છે. Tata Tiago સસ્તી હોવા છતાં સેફ્ટીમાં નંબર વન છે. આ ગાડીની કિંમત 5.60 લાખ રૂપિયાથી 8.20 લાખ રૂપિયા વચ્ચે છે. માઈલેજની વાત કરીએ તો આ કાર 20-26 kmpl ની માઈલેજ આપવાની ક્ષમતા ધરાવે છે. આ કારમાં 1.2L પેટ્રોલ એન્જિનની સાથે સાથે સીએનજી ઓપ્શન પણ મળે છે. ગ્લોબલ NCAP સેફ્ટી રેટિંગ તરફથી આ કારને 4 સ્ટાર રેટિંગ મળેલું છે.
આ કારને માઈક્રો એસયુવી તરીકે જોવામાં આવે છે. આ સ્ટાઈલિશ હોવાની સાથે સાથે ખુબ સસ્તી પણ છે. આ કારની કિંમત 4.25 લાખ રૂપિયાથી 6.10 લાખ રૂપિયા વચ્ચે છે. આ કાર 24-26 kmplની માઈલેજ આપવાની ક્ષમતા ધરાવે છે. તેમાં 1.0Lનું પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ કારમાં હાઈ ગ્રાઉન્ડ ક્લિયરન્સ અપાયું છે. જે રસ્તાના ખાડાઓને પણ સરળતાથી ઝેલી શકે છે.
આ કાર પ્રીમિયમ લુક્સ સાથે અફોર્ડેબલ ઓપ્શનમાં માર્કેટમાં ઉપલબ્ધ છે. આ કારની કિંમત 5.92 લાખ રૂપિયાથી 8.56 લાખ રૂપિયા વચ્ચે છે. આ કાર20-25 kmplની માઈલેજ આપવાની ક્ષમતા ધરાવે છે. તેમાં પેટ્રોલ અને સીએનજી એન્જિનનો ઓપ્શન મળી જાય છે.