PHOTOS

IPL 2019: પ્લે-ઓફમાં સૌથી વધુ મુકાબલા રમનારી ટોપ-4 ટીમ

23 માર્ચ, 2019ના ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર બેંગલુરૂ વચ્ચે મુકાબલાની સાથે આઈપીએલ 2019ની શરૂઆત થશે. આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા માત્ર બે સપ્તાહનો કાર્યક્રમ જાહેર થયો છે. પ્રથમ બે સપ્તાહમાં પ્રત્યેક ટીમ ચાર મેચ રમશે. 

ચેન્નઈ અને મુંબઈ ત્રણ-ત્રણ વખત આઈપીએલમાં ચેમ્પિયન બન્યા છે અને તેમાંથી કોઈપણ ટીમ આ વખતે આઈપીએલ જીતશે તો તે ટૂર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી સફળ ટીમ બની જશે. જો પ્લેઓફમાં પહોંચવાની વાત કરીએ તો ચેન્નઈનો રેકોર્ડ શાનદાર છે અને તેણે જેટલી પણ સિઝનમાં આઈપીએલ રમી છે તે દરેક સિઝનમાં પ્લેઓફમાં પહોંચી છે. 

Advertisement
1/4
ચેન્નઈ સુપર કિંગ્સ (19 વખત)
ચેન્નઈ સુપર કિંગ્સ (19 વખત)

તે વાતને લઈને કોઈ આશ્ચર્ય નથી કે આઈપીએલની બે સિઝન મિસ કર્યા છતાં ચેન્નઈની ટીમ આ લિસ્ટમાં પ્રથમ સ્થાને છે. ચેન્નઈએ ન માત્ર સૌથી વધુ પ્લેઓફની મેચ રમી છે પરંતુ સૌથી વધુ આઈપીએલ ફાઇનલ પણ રમ્યા છે. આ સાથે ટીમ ત્રણ વખત ચેમ્પિયન પણ રહી છે. આઈપીએલની પ્રથમ સિઝનમાં ચેન્નઈએ ફાઇનલમાં જગ્યા બનાવી હતી પરંતુ રાજસ્થાન રોયલ્સ સામે તેનો પરાજય થયો હતો. 

આગામી સિઝનમાં તે સેમિફાઇનલમાં હાર્યા હતા. 2010માં ચેન્નઈએ વાપસી કરતા પ્રથમ વખત ટાઇટલ જીત્યું હતું. 2011માં આરસીબીને હરાવીને સતત બે ટાઇટલ જીતનારી પ્રથમ ટીમ બની હતી. 2012માં પણ ફાઇનલમાં પ્રવેશ કર્યો પરંતુ કોલકત્તાએ તેને પરાજય આપ્યો હતો. 2013માં ચેન્નઈએ સતત બીજીવાર ફાઇનલ ગુમાવ્યો. ત્યારબાદ ટીમ 2015ના ફાઇનલમાં પણ હારી હતી. બે વર્ષ બાદ ટીમે 2018માં ફાઇનલ પોતાના નામે કર્યો હતો. 

2/4
મુંબઈ ઈન્ડિયન્સ (14 વખત)
મુંબઈ ઈન્ડિયન્સ (14 વખત)

આઈપીએલ નોકઆઉટ મુકાબલા રમવાના મામલામાં મુંબઈની ટીમમાં સાતત્ય રહ્યું છે. હાલમાં રોહિતની આગેવાનીમાં રમતી મુંબઈની ટીમે ચાર વખત ફાઇનલમાં જગ્યા બનાવી અને ત્રણ વખત ચેમ્પિયન બની છે. 2010માં તે પ્રથમ વખત આઈપીએલ ફાઇનલમાં પહોંચી હતી પરંતુ ચેન્નઈ સામે તેનો પરાજય થયો હતો. 

2013માં ફરી એકવાર મુંબઈની ટક્કર આઈપીએલ ફાઇનલમાં ચેન્નઈ સામે થઈ પરંતુ આ વખતે ટીમે પ્રથમ વખત ટાઇટલ જીત્યું હતું. 2015માં ફરી ચેન્નઈને હરાવીને ટ્રોફી જીતી હતી. 2017માં ફરી રોહિતની ટીમે આઈપીએલનું ટાઇટલ જીત્યું અને ત્રણ ટાઇટલ જીતનારી પ્રથમ ટીમ બની હતી. 

Banner Image
3/4
રોયલ ચેલેન્જર બેંગલુરૂ (11 વખત)
રોયલ ચેલેન્જર બેંગલુરૂ (11 વખત)

રોયલ ચેલેન્જર બેંગલુરૂ આઈપીએલ ઈતિહાસની સૌથી દુર્ભાગ્યશાળી ટીમ છે. પ્લેઓફમાં સૌથી વધુ વખત રમનારી ટીમોની યાદીમાં આરસીબી ત્રીજા સ્થાન પર છે, પરંતુ તેને ક્યારેય ટ્રોફી જીતવામાં સફળતા મળી નથી. 

વિરાટ કોહલીએ ત્રણ વખત બેંગલુરૂને ટાઇટલ જીતવાની નજીક પહોંચાડી પરંતુ 2009માં ડેક્કન ચાર્જર્સ, 2011માં ચેન્નઈ અને 2016માં હૈદરાબાદ વિરુદ્ધ તેની ટીમ ફાઇનલમાં હારી ગઈ હતી. 

આરસીબી 2010 અને 2015માં પ્લેઓફમાં પહોંચી હતી, પરંતુ બંન્નેવાર ટીમ નોકઆઉટ થઈ ગઈ હતી. આ સિઝનમાં તેની પાસે સારા પ્રદર્શનની આશા છે. 

4/4
કોલકત્તા નાઇટરાઇડર્સ (10 વખત)
કોલકત્તા નાઇટરાઇડર્સ (10 વખત)

હાલના વર્ષોમાં કોલતત્તા નાઇટરાઇડર્સ આઈપીએલની સૌથી નિરંતર ટીમ રહી છે. પહેલી ત્રણ સિઝનમાં તે સતત પ્લેઓફમાં જગ્યા બનાવવામાં સફળ રહી છે. 2011માં પ્રથમવાર કોલકત્તાએ નોકઆઉટ મેચ રમી હતી અને એલિમિનેટર મેચમાં મુંબઈ સામે હારીને બહાર થઈ ગઈ હતી. 

2012માં ગંભીરની આગેવાનીમાં કોલકત્તાએ ફાઇનલમાં ચેન્નઈને હરાવતા પોતાનું પ્રથમ આઈપીએલ ટાઇટલ જીત્યું હતું. 2014માં તે આઈપીએલ ઈતિહાસમાં આ ટાઇટલ જીતનારી બીજી ટીમ બની હતી. ત્યારબાદથી તે નોકઆઉટ સ્ટેજ સુધી પહોંચી રહી છે પરંતુ ફાઇનલમાં જગ્યા બનાવી શકતી નથી. છેલ્લી બે સિઝનમાં તેણે એલિમિનેટર તો જીત્યો પરંતુ ક્વોલિફાયરમાં હારી હતી.   





Read More