Toughest Religious Tours In India: દેશમાં એવા અનેક ધાર્મિક સ્થળ છે, જેની યાત્રા સૌથી મુશ્કેલ માનવામાં આવે છે. આ જગ્યાઓ પર જવું મુશ્કેલ છે અને કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં લોકોને અહીં જવાની મંજૂરી મળતી નથી. પરંતુ આ મુશ્કેલ પરિસ્થિતિઓ છતાં લાખોની સંખ્યામાં યાત્રિકો આ પરિત્ર સ્થળોની યાત્રા કરે છે. જાણો ભારતની સૌથી મુશ્કેલ યાત્રાઓ વિશે..
તેને ભારતના સૌથી મુશ્કેલ ટ્રેકમાં માનવામાં આવે છે. અહીં જવા માટે તમારે પહેલા જંગલોમાંથી પસાર થવું પડે છે અને પછી લાંબા પહાડો પર ચઢવાનું હોય છે.
અમરનાથ યાત્રા પણ ભારતની મુશ્કેલ યાત્રાઓમાંથી એક છે. તે માટે યાત્રિકોએ ખુબ ચાલવું પડે છે. પહાડ પર ઠંડીમાં ચઢવાનું ખુબ મુશ્કેલ હોય છે.
કેદારનાથ મંદિર ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત છે. આ મંદિર ખુબ ઉંચાઈ પર સ્થિત છે. અહીં પહોંચવા માટે તીર્થયાત્રિઓને મુશ્કેલ અને સીધી ચઢાઈ કરવાની હોય છે.
હેમકુંડ સાહિબ સુધી પહોંચવા માટે આશરે 14 કિલોમીટર સુધી ખતરનાક ચઢવાનું હોય છે. અહીં જવા માટે ગોવિંદઘાટ સુધી ગાડીથી જઈ શકાય છે. દિલ્હીથી આ જગ્યાનું અંતર 505 અને ઋષિકેશથી 255 કિલોમીટર છે. પહાડ પર ઠંડીમાં ચઢવાનું મુશ્કેલ છે અને તેમાં 12-14 કલાક લાગે છે.
તેને ભારતની સૌથી મુશ્કેલ ધાર્મિક યાત્રા કહી શકાય છે. તે સમુદ્ર તટથી 5945 મીટરની ઉંચાઈ પર સ્થિત છે. અહીં પહોંચવા માટે વધારે ચાલવાનું હોય છે. અહીં સૌથી નજીકનું રેલવે સ્ટેશન તનકપુર છે, જે આશરે 239 કિલોમીટર દૂર છે. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે.