PHOTOS

3 વર્ષની જેલ, 25000 સુધીનો દંડ અને DL રદ... આ 12 નિયમ તોડવા પર લાગશે ભારે ભરખમ દંડ

New Motor Vehicle Act: દેશમાં રોડ અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. આ અકસ્માતોમાં મુખ્ય ફાળો ટ્રાફિક નિયમોનું પાલન ન કરવાનો છે. ભારત સરકાર તરફથી મોટી રકમના ચલણ મળ્યા બાદ પણ લોકો ટ્રાફિકના નિયમો તોડતા જોવા મળે છે. હવે આ ઘટનાઓને ઘટાડવા માટે ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે. ભારત સરકારે નવા મોટર વ્હીકલ એક્ટ હેઠળ ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ વધુ દંડ વસૂલવાની જાહેરાત કરી છે. દંડની આ રકમ 1 માર્ચ 2025થી લાગુ કરવામાં આવી છે. સરકાર દ્વારા લાદવામાં આવેલા નવા દંડની રકમ તમારા ખિસ્સા પર તો ભારે પડશે જ પરંતુ તેમાં જેલની પણ જોગવાઈ છે.

Advertisement
1/12
ડ્રિંક એન્ડ ડ્રાઈવ
ડ્રિંક એન્ડ ડ્રાઈવ

આ ટ્રાફિક નિયમને તોડવા પર પહેલા 1000-1500 રૂપિયાનો દંડ થતો હતો, પરંતુ હવે 10,000 રૂપિયા અને 6 મહિના સુધીની જેલની સજાની જોગવાઈ છે. આ ઉપરાંત વારંવાર ભંગ કરવા પર 15,000 રૂપિયાનો દંડ અને 2 વર્ષની જેલની સજા થશે.

2/12
હેલ્મેટ વગર રાઈડિંગ
હેલ્મેટ વગર રાઈડિંગ

જો કોઈ વ્યક્તિ હેલ્મેટ વગર બાઇક કે સ્કૂટર ચલાવતો જોવા મળે છે, તો પહેલા 100 રૂપિયાનું ચલણ જારી કરવામાં આવતું હતું, પરંતુ હવે 3 મહિના માટે લાયસન્સ રદ કરવાની સાથે 1000 રૂપિયાની જોગવાઈ છે.

Banner Image
3/12
સીટ બેલ્ટ વગર કાર ચલાવવી
સીટ બેલ્ટ વગર કાર ચલાવવી

આ ટ્રાફિક નિયમનો ભંગ કરવા પર 100 રૂપિયાનો દંડ છે, પરંતુ હવે નવા દંડ મુજબ 1000 રૂપિયાનું ચલણ આપી શકાશે.

4/12
વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ
વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ

જો તમે ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ કરો છો, તો પહેલા તમારે 500 રૂપિયાનો દંડ ભરવો પડતો હતો, પરંતુ હવે નવા નિયમો હેઠળ દંડ વધારીને 5000 રૂપિયા કરવામાં આવ્યો છે.

5/12
DL અથવા વીમા વિના ડ્રાઇવિંગ
DL અથવા વીમા વિના ડ્રાઇવિંગ

જો કોઈપણ વાહન માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ વગર ચલાવવામાં આવે તો પહેલા 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવતો હતો, પરંતુ હવે 5000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. આ ઉપરાંત અગાઉ માન્ય ઇન્શ્યોરન્સ ન હોવા પર 200-400 રૂપિયાનો દંડ હતો, પરંતુ હવે 2000 રૂપિયાનો દંડ અને 3 મહિનાની જેલ અથવા કમ્યૂનિટિ સર્વિસ અને વારંવાર ઉલ્લંઘન કરવા પર 4000 રૂપિયાનો દંડ થશે.

6/12
ટુ વ્હીલર પર ટ્રિપલ સવારી
ટુ વ્હીલર પર ટ્રિપલ સવારી

જો કોઈપણ ટુ-વ્હીલર પર બેથી વધુ લોકો સવારી કરતા હોય તો આ ભંગ બદલ 1000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. જો કે, અગાઉ આ નિયમના ભંગ પર 100 રૂપિયાનો દંડ ફટકારવામાં આવતો હતો.

7/12
પ્રદૂષણ પ્રમાણપત્ર (PUC) વિના ડ્રાઈવ
પ્રદૂષણ પ્રમાણપત્ર (PUC) વિના ડ્રાઈવ

જો પોલ્યુશન સર્ટિફિકેટ વગર રાઈડ અથવા વાહન ચલાવો છો, તો હવે 1000 રૂપિયાના દંડને બદલે સીધા 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ સિવાય 6 મહિના સુધી જેલ અને કોમ્યુનિટી સર્વિસની પણ જોગવાઈ છે.

8/12
ખતરનાક ડ્રાઇવિંગ, રેસિંગ અને સ્પીડમાં ડ્રાઇવિંગ
ખતરનાક ડ્રાઇવિંગ, રેસિંગ અને સ્પીડમાં ડ્રાઇવિંગ

જો કોઈ રાઈડર જોખમી રીતે અને ખતરનાક રીતે ડ્રાઈવિંગ કરી રહ્યો છે, રેસિંગ કરતો હોય અથવા બાઇક કે અન્ય કોઈ વાહનને વધુ ઝડપે ચલાવતો હોય તો 500 રૂપિયાને બદલે 5000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.

9/12
ઈમરજન્સી વાહનોને રસ્તો ન આપવો
ઈમરજન્સી વાહનોને રસ્તો ન આપવો

જો કોઈ ઈમરજન્સી વાહન જેમ કે એમ્બ્યુલન્સને રસ્તો ન આપવામાં આવે તો દંડની રકમ વધારીને 10,000 રૂપિયા કરી દેવામાં આવી છે, જ્યારે પહેલા તે 1000 રૂપિયા હતી.

10/12
ઓવરલોડિંગ
ઓવરલોડિંગ

ઓવરલોડિંગ કરવા પર 2000 રૂપિયાને બદલે હવે 20,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે છે. આ ચલણ લોકોના ખિસ્સા પર ભારે પડી શકે છે.

11/12
સિગ્નલ તોડવું
સિગ્નલ તોડવું

જો સિગ્નલ તોડવામાં આવશે તો હવે 5000 રૂપિયાનો દંડ થશે, આ પહેલા 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવતો હતો.

12/12
જુવેનાઇલ દ્વારા ભંગ
જુવેનાઇલ દ્વારા ભંગ

આ નિયમના ભંગ પર પહેલા 2500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવતો હતો, પરંતુ હવે તેને 10 ગણો વધારીને 25000 રૂપિયા કરવામાં આવ્યો છે. આ સિવાય ત્રણ વર્ષની જેલ, એક વર્ષ માટે વાહનનું રજિસ્ટ્રેશન રદ અને 25 વર્ષની ઉંમર સુધી ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવામાં આવશે.





Read More