PHOTOS

PHOTOS: આ બોલીવુડ હસ્તીએ 100 કિલો વજન ઘટાડી નાખ્યું, વજનથી કંટાળેલા લોકો ખાસ જાણે Weight Loss TIPS

ગણેશ આચાર્ય જેમનું નામ સાંભળીને તમારા દિમાગમાં એકદમ જાડા અને ભયંકર ચરબીવાળા વ્યક્તિની તસવીર ઊભરી આવે. પરંતુ નવા ગણેશ આચાર્યને જોઈને તમે મોઢામાં આંગળી નાખી જશો. 

Advertisement
1/8

તમને એવી અનેક હસ્તીઓ યાદ આવતી હશે જે પોતાની  ફેટ ટુ ફિટ જર્નીથી લોકોને ચોંકાવી જાય છે. સિંગર અદનાન સામી તેમાંથી જ એક છે. બીજુ નામ છે કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય.

2/8

ગણેશ આચાર્ય તાજેતરમાં ધ કપિલ શર્મા શોમાં જોવા મળ્યા હતા. તેમની સાથે ગીતા કપૂર અને ટેરેન્સ લેવિસ પણ હતા. શોમાં ગણેશે પોતાની વેટલોસ જર્ની અંગે જણાવ્યું. કપિલે ગણેશને પૂછ્યું કે તેમણે કેટલું વજન ઓછું કર્યું તો ગણેશ આચાર્યનો જવાબ હતો 98 કિલો. સાંભળીને બધા દંગ રહી ગયા. 

Banner Image
3/8

આમ તો પોતાની ફિટનેસ અંગે ગણેશ આચાર્યે અનેકવાર વિસ્તારથી જણાવ્યું છે. તેમના જણાવ્યાં મુજબ ફેટ ટુ ફિટની તેમની જર્ની ખુબ પડકારવાળી રહી. તેમણે અનેક પડકારોનો સામનો કર્યો. 

4/8

કોરિયોગ્રાફરનું માનીએ તો એક સમયે તેમનું વજન 200 કિલો થઈ ગયું હતું. જેના કારણે અનેક સમસ્યાઓ થતી હતી. ત્યારબાદ ગણેશ આચાર્યએ નક્કી કરી લીધુ કે તેઓ આ વધારાની ચરબીથી છૂટકારો મેળવીને જ રહેશે. 

5/8

ત્યારબાદ ગણેશે જીમિંગ શરૂ કર્યું અને તેમણે આટલું વજન ઉતારવામાં સફળતા મેળવી. હવે ગણેશ અનેક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતા રહે છે. તેમની ફિટનેસ જોઈને બધા તેમના વખાણ કરવા પર મજબૂર થાય છે. 

6/8

જ્યારે તેઓ હાઉસફૂલ-3નું શૂટિંગ કરતા હતા ત્યારે સાજિદ નડિયાદવાળાએ તેમને વજન ઘટાડવા માટે મોટિવેટ કર્યા. ત્યારબાદ તેઓ ડોક્ટર મુઝફ્ફર લાકડાવાલાને મળ્યા. તેમણે જ ગણેશ આચાર્યને વજન ઓછું કરવા માટે જરૂરી ટિપ્સ આપી. 

7/8

ગણેશે જણાવ્યું કે તેઓ દરરોજ સવારે 3 કલાક જિમ અને ત્યારબાદ સ્વિમિંગ કરતા હતા. રાતે આઠ વાગ્યા બાદ અને સવારે 12 વાગ્યાથી પહેલા ખાવાનું એકદમ બંધ કરી દીધુ. સવારે પપૈયું કે કોઈ ફ્રૂટ ખાઈ લે. આઠ વાગ્યા બાદ ફક્ત લિક્વિડ ડાયેટ લે. ગ્રીન ટી, બ્લેક ટી, સૂપ કે પછી પાણી પી લે. 

8/8

ગણેશે વજન  કરવાની ટિપ્સ આપતા જણાવ્યું કે જો તમે પણ મારી જેમ વજન ઓછું કરવા માંગતા હોવ તો મહેનત અને વર્કઆઉટ કરવાની જરૂર છે. મહેનત હંમેશા રંગ લાવે છે. મહેનત કરો. તમે તમારા શરીર પર ધ્યાન આપો. હેલ્ધી રહો, તમાકુ, ધૂમ્રપાન અને દારૂ જેવી વસ્તુઓથી દૂર રહો. 





Read More