PHOTOS

સૂર્ય, બુધ, શુક્રના સિંહ રાશિમાં ગોચરથી આ 3 જાતકો થશે માલામાલ, મોતીની જેમ ચમકશે ભાગ્ય

Transit Of Mercury Sun Horoscope Venus: જલ્દી સૂર્યની રાશિમાં 3 મોટા ગ્રહોનો જમાવડો થવાનો છે. સૂર્યનું સિંહ રાશિમાં ગોચર થવાની સાથે બુધ, શુક્ર અને સૂર્યની યુતિ બનશે, જેનાથી કેટલાક જાતકો ધનવાન થઈ શકે છે.
 

Advertisement
1/5
ત્રિગ્રહી યોગ
 ત્રિગ્રહી યોગ

સૂર્યની સિંહ રાશિમાં ટૂંક સમયમાં મોટા ગ્રહો ભેગા થવાના છે. ત્રણ મોટા ગ્રહની સિંહ રાશિમાં યુતિ બનવા જઈ રહી છે. શુક્ર કર્ક રાશિમાં બિરાજમાન છે, જે 31 જુલાઈએ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. ગ્રહોના રાજકુમાર બુધ વર્તમાનમાં સિંહ રાશિમાં બેઠેલા છે. 16 ઓગસ્ટના દિવસે સૂર્યના સિંહ રાશિમાં ગોચર કરતા બુધ શુક્ર અને સૂર્યની યુતિ બનશે, જેનાથી ત્રિગ્રહી યોગનું નિર્માણ થશે. સિંહ રાશિના સ્વામી સૂર્ય દેવ છે. શુક્ર, સૂર્ય અને બુધના સિંહ રાશિમાં ગોચર કરવાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. આવો જાણીએ બુધ, શુક્ર અને સૂર્યની ચાલથી કયાં જાતકોને લાભ થશે.  

2/5
વૃશ્ચિક રાશિ
 વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના લોકો માટે બુધ, શુક્ર અને સૂર્યનું સિંહ રાશિમાં ગોચર ફાયદાકારક માનવામાં આવી રહ્યું છે. ગ્રહોના ચાલ બદલવાથી આ રાશિના લોકોનું મન ધાર્મિક કાર્યોમાં લાગશે. તમારી આર્થિક સ્થિતિ સ્ટેબલ રહેશે. ખર્ચ પર ધ્યાન રાખવાની જરૂર છે. લવ લાઇફ રોમેન્ટિક રહેશે. મુશ્કેલ સમયમાં તમને ઘર-પરિવારજનોનો સાથ મળશે. 

Banner Image
3/5
ધન રાશિ
  ધન રાશિ

બુધ, શુક્ર અને સૂર્યનું સિંહ રાશિમાં ગોચર ધન રાશિના જાતકો માટે ખુબ લાભકારી રહેવાનું છે. તમને આ સમયે આવક વધારવાની તક મળશે. આ મહિને તમને દરેક કામમાં સફળતા મળશે. કરિયર લાઇફમાં કેટલીક નવી જવાબદારી મળી શકે છે. તો પાર્ટનર કે લવરની સાથે ખુબ સારો સમય પસાર કરશો.

4/5
સિંહ રાશિ
 સિંહ રાશિ

શુક્ર, સૂર્ય અને બુધની યુતિ સિંહ રાશિના જાતકો માટે શુભ સાબિત થઈ શકે છે. આ દરમિયાન તમે ઘણું પોઝિટિવ ફિલ કરશો. દરેક કામમાં જુસ્સા સાથે ભાગ લેશો. ધાર્મિક ગતિવિધિઓમાં મન લાગશે. સ્વાસ્થ્ય પણ ઠીક રહેવાનું છે. તો બાળકોની સાથે સારો સમય પસાર કરશો.

5/5
ડિસ્ક્લેમર
 ડિસ્ક્લેમર

આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.





Read More