જો તમારા હમણા લગ્ન થયા હોય કે તમારા લગ્નનો સમય નજીક હોય અને હનીમૂન માટે કોઈ ટ્રિપ પ્લાન કરતા હોવ તો અમે તમને એક એવા સ્થળ વિશે જણાવીશું જે તમારું બજેટ નહીં વધારે અને માત્ર 5000 રૂપિયાના ખર્ચામાં ટ્રિપ પ્લાન કરી શકશો. આ સ્થળ ભારતનું લંડન ગણાય છે.
સુંદર સુંદર લોકેશન, મનને શાંતિનો અનુભવ થાય તેવો કુદરતના સોંદર્યનો ખજાનો, આહલાદક વાતાવરણ...આ બધુ હોય ત્યાં પ્રેમમાં તરબોળ કે પછી લગ્નના તાંતણે બંધાયેલા નવપરિણીત કપલ એકમેકને સમજવા માટે હનીમૂન માટે જતા હોય છે. વિદેશમાં જવામાં ખર્ચો ભારે પડી જતો હોય છે જ્યારે ભારતમાં પણ અનેક સુંદર સ્થળો ખિસ્સાને ભારે પડતા હોય છે. ત્યારે અમે તમને એક એવું સ્થળ જણાવીશું જ્યાં તમે માત્ર 5000 રૂપિયામાં હનીમૂન મનાવી શકો છો. જાણો તેના વિશે.
હનીમૂન માટે અમે જે સ્થળની વાત કરી રહ્યા છીએ તે છે ઝારખંડની રાજધાની રાંચીથી 40 કિલોમીટર દૂર આવેલું મેક્લુસ્કીગંજ છે. અત્રે જણાવવાનું કે આ એક નાનકડું પહાડી શહેર છે જે ખુબ જ સુંદર છે. કુદરતી સુંદરતાની સાથે સાથે અહીં તમને બ્રિટિશ કાળની જૂની હવેલીઓ, પહાડીઓ અને નદીઓ જોવા મળશે.
મેક્લુસ્કીગંજ એ ઝારખંડના મિની લંડન તરીકે પણ જાણીતું છે. જો કે આ જગ્યા લંડન જેટલી મોંઘી નથી. પરંતુ અહીં એક્સપ્લોર કરવા માટે ઘણું બધુ છે. અત્રે જણાવવાનું કે મેક્લુસ્કીગંજનો આર્કિટેક્ટર ખુબ સુંદર છે અને જો તમે નેચર લવર હોવ તો આ જગ્યા તમને જરાય નિરાશ નહીં કરે. અહીં તમને સુંદર જંગલ અને 4થી 5 સુંદર નદીઓ જોવા મળશે. જેને જોઈને તમે હિમાચલ પ્રદેશ, અને ઉત્તરાખંડના હિલ સ્ટેશન ભૂલી જશો.
જો તમે હનીમૂન પર જઈ રહ્યા હોવ અને બજેટ ઓછું હોય તો તમારા માટે મેક્લુસ્કીગંજ એક સારો વિકલ્પ છે. કારણ કે અહીં તમને બજેટ મુજબ રૂમ મળી જશે. રૂમની કિંમત લગભગ 1000 રૂપિયાથી શરૂ થાય છે. જો તમે ઓનલાઈન બુક કરો તો તમને સારું ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે. ખાણી પીણીના પણ સારા વિકલ્પ મળી જશે જે વધુ મોંઘા નહીં હોય. જો બજેટથી જઈએ તો 2થી 3 દિવસની ટ્રિપ ઓવરઓલ લગભગ 5000 ની અંદર કરી શકો છો. બસ શરત એ છે કે તમે ઝારખંડથી જ ડાયરેક્ટ મેક્લુસ્કીગંજ પહોંચી રહ્યા છે.
જો તમે તમારા પાર્ટનરની સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવા માંગતા હોવ તો રાંચીથી 25 કિમી દૂર આવેલા પતરાતૂ વેલી (Patratu Valley) જઈ શકો છો. જેને ઝારખંડનું મનાલી કહે છે. આ એક એવી ઓફબીટ જગ્યા છે જ્યાં ભીડ ઓછી જોવા મળશે અને સાથે સાથે ફરવાના ઓપ્શન પણ મળશે. જો તમે બંને ટ્રેકિંગનો શોખ ધરાવતા હોવ તો અહીં જઈ શકો છો. અત્રે જણાવવાનું કે અહીંની પહાડીઓથી સનસેટ ખુબ જ સુંદર જોવા મળે છે જેને જોઈને તમે અને તમારા પાર્ટનર મંત્રમુગ્ધ થઈ જશે.
મેક્લુસ્કીગંજ પહોંચવાનો સૌથી સારો અને સરળ રસ્તો રાંચીથી પસાર થાય છે. જો તમે ટ્રેનથી આવી રહ્યા હોવ તો હાવડાથી અનેક રેગ્યુલર ટ્રેઈન ચાલે છે. જો તમે ફ્લાઈટથી આવી રહ્યા હોવ તો નજીકનો એરપોર્ટ રાંચ (IXR) એરપોર્ટ છે જે 532 કિમી દૂર છે. આ સાથે જ રોડ માર્ગે પણ મેક્લુસ્કીગંજ પહોંચી શકાય છે. રાંચીથી તમે મેક્લુસ્કીગંજ પહોંચવા માટે બસ લઈ શકો છો કે કાર ભાડે લઈ શકો છો. રાંચીથી મેક્લુસ્કીગંજ સુધીની ડ્રાઈવ કરવાનો અનુભવ ખુબ શાનદાર રહેશે કારણ કે આ દરમિયાન ગાઢ જંગલો અને પઠારી વિસ્તારોથી પસાર થશો.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)