PHOTOS

Photos: ગુજરાતથી એકદમ નજીક છે આ 'મિની થાઈલેન્ડ', દિવસમાં 30 મિનિટ જ ખુલે છે, તસવીરો જોઈ ખુશ થઈ જશો

Monsoon Travel Destination near Gujarat: જો તમે ફરવાના શોખીન હોવ અને બીચ તથા ટાપુઓ ગમતા હોય તો આ વખતે ગુજરાતની પાડોશમાં આવેલા આ ટાપુને જોવાનું ભૂલતા નહીં. આ જગ્યા ફક્ત 30 મીનિટ માટ જ ખુલે છે એટલે તમારા નસીબ હશે તો જોવા મળશે.

Advertisement
1/6
એકવાર ફરવા જેવી જગ્યા
એકવાર ફરવા જેવી જગ્યા

જો તમે ફરવાના શોખીન હોવ અને બીચ કે ટાપુ પર ફરવા જવું ગમતું હોય તો ગુજરાતની પાડોશમાં આવેલા આ ટાપુ પર ફરવાની તમને ખુબ મજા પડશે. અહીં આવીને તમને થાઈલેન્ડ જેવી અનુભૂતિ પણ થઈ શકે. આ એક એવો ટાપુ છે જે દિવસમાં ફક્ત 30 મિનિટ માટે જ ખુલે છે. એકવાર ફરવા જેવી જગ્યા છે.  તો ચાલો જાણીએ વધુ માહિતી....

2/6
ગુજરાતના પાડોશી રાજ્યમાં છે
ગુજરાતના પાડોશી રાજ્યમાં છે

જો તમે ફરવાના શોખીન હોવ અને બીચ તથા ટાપુઓ ગમતા હોય તો આ વખતે ગુજરાતની પાડોશમાં આવેલા આ ટાપુને જોવાનું ભૂલતા નહીં. તમારું નસીબ હશે તો જ તમને આ પર્યટન સ્થળ પર ફરવાનો લાભ મળશે. 

Banner Image
3/6
નેચર અને એડવેન્ચરના શોખીનો
નેચર અને એડવેન્ચરના શોખીનો

આ ટાપુ મહારાષ્ટ્રના કોંકણના સમુદ્ર વિસ્તારમાં છે. સિંધુ દુર્ગનો દેવબાગ બીચ...કે જ્યાં થાય છે નદી અને સમુદ્રનું મિલન છે. આ ટાપુનું નામ છે સીંગલ આઈલેન્ડ એટલે કે સીંગલ ટાપુ (Seagull Island). ટાપુની ખાસિયતો ખાસ જાણવાની જરૂર છે. એડવેન્ચરના શોખીન માટે આ જગ્યા સ્વર્ગથી જરાય કમ નથી. નેચરને પસંદ કરનારા લોકો અહીં ફરવા આવે છે. જો તમે પણ ફરવા માગો છો તો એડવાન્સમાં પ્લાનિંગ કરી લો..  

4/6
ટાપુની ખાસ વાત
ટાપુની ખાસ વાત

આ ટાપુ અન્ય ટાપુઓ કરતા થોડો અલગ છે. તેની ખાસ વાત એ છે કે તે દિવસમાં ફક્ત 30 મિનિટ માટે જ ખુલે છે. દેવબાગ બીચના અંતથી આ ટાપુ સુધી પગપાળા જઈ શકાય છે. તેનું વોટર લેવલ વધુમાં વધુ 3 ફૂટ જેટલું હોય છે. જો તમે આ ટાપુ પર જવા માંગતા હવ તો તમે બોટનો સહારો લઈ શકો છો. અહીં પહોંચવા માટે બોટનો સંચાલક તમારી પાસેથી 500 થી 800 રૂપિયા લે છે. જો કે તમે થોડું બાર્ગેનિંગ કરી શકો છો. 

5/6
ગામડાં કરતા પણ નાનો ટાપુ
ગામડાં કરતા પણ નાનો ટાપુ

આ ટાપુ ખુબ નાનો પરંતુ સુંદર છે. આમ જોઈએ તો કોઈ ગામ કરતા પણ આ ટાપુ નાનો હશે. અહીં તમને એકદમ સ્વચ્છ આકાશી પાણી અને ચારે બાજુ સી સાઈડ જોવા મળશે. અહીં આવીને તમે સરસ મજાનો તડકો પણ ખાઈ શકો છો. ફિશિંગ જેવી અનેક પ્રકારની એક્ટિવિટિઝ પણ કરી શકો છો. 

6/6
કેમ સીગલ નામ પડ્યું?
કેમ સીગલ નામ પડ્યું?

આ ટાપુનું સીંગલ નામ પડવા પાછળ પણ એક કારણ છે. અહીં તમને અનેક પ્રકારના પક્ષીઓ જોવા મળશે. પરંતુ ટાપુ સીંગલ જેવા વિદેશી પક્ષીઓનું ઘર છે. આ કારણે આ ટાપુને સીંગલ ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. 





Read More