નવી દિલ્હીઃ જો તમને દિવસ કરતાં રાત્રે વધુ મુસાફરી કરવી ગમે છે, તો અમુક સ્થળોની મુલાકાત તમને એક અલગ જ અનુભવ આપશે. ચાંદની રાતમાં આ સ્થળોની સુંદરતા તમને મંત્રમુગ્ધ કરી દેશે.
ઉદયપુરના તળાવો અને મહેલો રાત્રે વધુ સુંદર લાગે છે.
કોલકાતામાં વિક્ટોરિયા મેમોરિયલનો નજારો પણ રાત્રે અદ્ભુત લાગે છે.
રાત્રિના ચાંદનીમાં તાજમહેલને જોવો એ તમારા માટે ખૂબ જ ખાસ અને અલગ અનુભવ હશે.
મુંબઈમાં મરીન ડ્રાઈવનો નજારો પણ રાત્રે ખૂબ જ ખાસ હોય છે. રાત્રે મુલાકાત લેવા માટે યોગ્ય સ્થળ.
અમૃતસરના સુવર્ણ મંદિરની સુંદરતા રાત્રે પણ વધી જાય છે. રાત્રે સુવર્ણ મંદિરને રોશનીથી ઝળહળતું જોવું અદ્ભુત છે.