Lipstick Shades: ઓફિસમાં દરેક યુવતી પરફેક્ટ દેખાવા માંગે છે. આજની મહિલાઓ ઓફિસમાં સ્ટાઇલિશ દેખાવા માટે તે ઘણા પ્રયત્ન કરે છે. સ્ટાઈલિશ લુક માટે સૌથી મહત્વની લિપસ્ટિક હોય છે. ઓફિસમાં જરૂરી એવા બોસી લુક માટે પરફેક્ટ લિપસ્ટિકનો શેડ હોય તે ખૂબ જ જરૂરી છે. આજે તમને લિપસ્ટિકના આવા જ કેટલાક ટ્રેન્ડી શેડ્સ વિશે જણાવીએ જે તમને ઓફિસ માટે પરફેક્ટ લુક આપશે
ઓફિસના પરફેક્ટ લુક માટે લિપસ્ટિક બહુ મોટી ભૂમિકા ભજવે છે. લિપસ્ટિકનો યોગ્ય શેડ પસંદ કરવો હોય તો તમે દીપિકાની જેમ આ શેડ કોપી કરી શકો છો.
પીચ શેડની લિપસ્ટિક ખૂબ જ સુંદર લાગે છે. ઓફિસ લુક માટે આ શેડ્સ બેસ્ટ છે. તેને લગાવવાથી તમારો ચહેરો એકદમ ચમકદાર દેખાશે.
હાલ યુવતીઓની પહેલી પસંદ લાલ રંગ છે. રેડ લિપસ્ટિક લગાવવાનો ટ્રેન્ડ ખૂબ ચાલી રહ્યો છે. તેનાથી તમે આકર્ષક અને બોસી દેખાશો.
તમે કરીના કપૂરની જેમ આ રેડનો આ શેડ પણ લગાવી શકો છો. આ શેડ પણ ખૂબ જ સુંદર લાગે છે. એકવાર તો આ શેડ ટ્રાય કરવો જ જોઈએ.
આજકાલ યુવતીઓમાં પર્પલ શેડની લિપસ્ટિકનો ઘણો ક્રેઝ છે. આ ઓફિસમાં લુક માટે પરફેક્ટ રહે છે. તેનાથી તમે સ્ટાઈલિશ પણ દેખાશો.