TriAditya Yog in Mithun Rashi : ત્રિઆદિત્ય યોગનો દુર્લભ સંયોગ મિથુન રાશિમાં બની રહ્યો છે. જેનાથી કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.
વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો એક નિશ્ચિત સમયગાળે ગોચર કરીને અન્ય ગ્રહો સાથે રાજયોગ બનાવતા હોય છે જેનો સીધો પ્રભાવ માનવ જીવનની સાથે સાથે દેશ દુનિયા પર જોવા મળે છે. અત્રે જણાવવાનું કે મિથુન રાશિમાં ત્રિઆદિત્ય રાજયોગ બનવા જઈ રહ્યો છે. આ ત્રિઆદિત્ય રાજયોગનો દુર્લભ સંયોગ ચંદ્રમા, ગુરુ, સૂર્ય અને બુધની સ્થિતિથી બનશે. મિથુન રાશિમાં 22 જૂન સુધી બુધે સૂર્ય સાથે બુધાદિત્ય રાજયોગ બનાવ્યો હતો.
આ સાથે જ મિથુન રાશિમાં સૂર્ય અને ગુરુ મળીને ગુરુ આદિત્ય યોગ બનાવશે અને 24 જૂનના રોજ મિથુન રાશિમાં ચંદ્રમાના ગોચર બાદ સૂર્ય અને ચંદ્રમા શશિઆદિત્ય યોગનું નિર્માણ કરશે. આવામાં અઠવાડિયાની અંદર મિથુન રાશિમાં આ ત્રણ આદિત્ય યોગ મળીને ત્રિઆદિત્ય યોગ બનાવશે. જેનાથી કેટલીક રાશિના જાતકોના સારા દિવસો શરૂ થઈ શકે છે. આ સાથે આ રાશિવાળાને આકસ્મિક ધનલાભના યોગ બની રહ્યા છે. ભાગ્યોદય થઈ શકે છે. દેશ વિદેશનો પ્રવાસ કરવાની તક મળી શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
ધનુ રાશિવાળા માટે ત્રિઆદિત્ય રાજયોગ લાભકારી નીવડી શકે છે. આ સમય તમને કાર્યક્ષેત્રમાં સહકર્મીઓના અપેક્ષિત સહયોગ મળવાથી કામ સમયસર પૂરા થશે. આ સાથે જો તમે ભાગીદારીમાં કામ કરતા હશો તો તમને જબરદસ્ત લાભ થઈ શકે છે. બાળકો તરફથી શુભ સમાચાર મળી શકે છે. જે લોકો બેરોજગાર છે તેમને નોકરી મળી શકે છે. બિઝનેસમાં ખુબ ફાયદો થઈ શકે છે. નોકરીમાં પ્રગતિ થઈ શકે. મિત્રો અને સહકર્મીઓનો સાથ મળશે જેનાથી કામ સરળતાથી થવા લાગશે. નોકરીયાતોને પદોન્નતિ થઈ શકે છે.
ત્રિઆદિત્ય રાજયોગ બનવાથી મીન રાશિવાળાના સારા દિવસો શરૂ થઈ શકે છે. આ દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. આવકના નવા નવા સ્ત્રોત બની શકે છે. આ સમયગાળામાં વાહનસુખની પ્રાપ્તિ થઈ શકે છે. નજીકના મિત્રોનો સહયોગ મળશે. કોઈ પ્રોપ્રટી ખરીદી શકો છો. માતા અને સાસરીવાળા સાથે સંબંધ સારા રહેશે.
મિથુન રાશિના જાતકો માટે ત્રિઆદિત્ય રાજયોગ બનવું લાભકારી નીવડી શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિથી લગ્ન ભાવ પર બની રહ્યો છે. આથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. તમાન સન્માન અને પ્રતિષ્ઠા વધશે. જે પણ કાર્યોમાં હાથ નાખશો તેમાં સફળતા મળવાની શક્યતા વધી જશે. બાળકો તરફથી ખુશખબર મળી શકે છે. રચનાત્મક કામોમાં સફળતા મળશે. પરિણીત લોકોનું લગ્નજીવન શાનદાર રહેશે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.