TriAditya Yog in Mithun Rashi: મિથુન રાશિમાં વર્ષો પછી ત્રિઆદિત્ય યોગનો દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે. એક સપ્તાહની અંદર મિથુન રાશિમાં 3 આદિત્ય યોગ બનવા જઈ રહ્યા છે. આ સમય 5 રાશિના લોકો માટે લાભદાયી સાબિત થશે.
મિથુન રાશિમાં 22 જૂનથી બુધ અને સૂર્યનો બુધાદિત્ય રાજયોગ બનશે. આ રાશિમાં સૂર્ય અને ગુરુ ગુરુઆદિત્ય યોગ પણ બનાવશે અને 24 જૂનથી મિથુન રાશિમાં ચંદ્ર ગોચર કરશે જેના કારણે શશીઆદિત્ય યોગ બનશે. જેના કારણે આગામી સપ્તાહમાં મિથુન રાશિમાં એકસાથે ત્રિઆદિત્ય યોગ સર્જાશે. આ સમય 5 રાશિના લોકો માટે લાભકારી રહેવાનો છે.
મિથુન રાશિના લોકોને ત્રિઆદિત્ય યોગ લાભ કરાવનાર છે. કરિયર અને વેપારમાં લાભ થઈ શકે છે. આ રાશિના લોકોનો આત્મવિશ્વાસ વધશે અને સુખ-સુવિધા વધશે. આ રાશિના લોકોની સામાજિક પ્રતિષ્ઠા વધશે. આ સમય દરમિયાન શરૂ કરેલા કાર્યોમાં સફળતા મળવાની સંભાવના વધારે છે. આ સમયે મિથુન રાશિના લોકો માટે એવો છે કે તેઓ માટીમાંથી પણ સોનું કાઢી શકશે. એટલે કે તેમના ધાર્યા કામ સફળ થશે.
ત્રિઆદિત્ય યોગ કન્યા રાશિના લોકો માટે પણ શુભ છે. આ રાશિના લોકોને મહેનતનું ફળ મળશે. સરકારી કાર્યોમાં વિશેષ સફળતા પ્રાપ્ત થશે. પ્રશાસન સંબંધિત કામમાં લાભ પ્રાપ્ત થઈ શકે છે. આર્થિક સ્થિતિ સુધરશે. રાજકીય અને સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોનું સન્માન વધશે.
ત્રિઆદિત્ય યોગ ધન રાશિના લોકોને અલગ અલગ ક્ષેત્રમાં લાભ કરાવશે. કારકિર્દી સંબંધિત બાબતોમાં પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે. ઓફિસમાં ઉપરી અધિકારીઓ મદદરૂપ થશે. ભાગીદારીના કામમાં લાભ થશે સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર મળી શકે છે. નવું કામ શરૂ કરવા માટે સારો સમય. જીવનસાથી સાથે મધુર સમય પસાર થઈ શકે છે.
કુંભ રાશિના લોકો માટે ત્રિઆદિત્ય યોગ લાભકારી છે. જે લોકો ક્રિએટિવ ફીલ્ડ સાથે જોડાયેલા છે તેમને વિશેષ લાભ મળી શકે છે. કાર્યક્ષેત્રમાં ઉપરી અધિકારીઓ કામના વખાણ કરશે અને સહયોગ પણ મળશે. રોકાણથી લાભ મળવાની સંભાવના. મનમાં પ્રસન્નતા રહેશે.
મીન રાશિના લોકો માટે ત્રિઆદિત્ય યોગ લાભકારી સિદ્ધ થશે. સંપત્તિ સંબંધિત કાર્યોમાં લાભ થશે. વાહન સુખ વધે તેવી સંભાવના. મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. પરિવારમાં સુખ-સમૃદ્ધિ વધશે. માતા પક્ષ તરફથી આર્થિક લાભ થઈ શકે છે. જીવનસાથી સાથે સંબંધ ગાઢ થશે.