PHOTOS

Trigrahi Yog 2025: વર્ષો પછી મીન રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, 3 રાશિઓને અચાનક થશે ધન લાભ, કારર્કિદી સૂર્યની જેમ ચમકશે

Trigrahi Yog 2025: જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે ગ્રહોની ચાલ બદલાય છે કે તેનું રાશિ પરિવર્તન થાય છે તો તેની અસર લોકોના જીવન પર પણ પડે છે. જ્યારે પણ ગ્રહ ગોચર કરે છે તો કેટલાક વિશેષ સંયોગ અને રાજયોગ પણ બનતા હોય છે.. આવો જ અત્યંત શુભ યોગ માર્ચ 2025 માં ત્રણ ગ્રહોના મિલનથી બનશે. માર્ચ મહિનામાં સૂર્ય, બુધ અને શનિ ગ્રહની યુતી બનવા જઈ રહી છે. આ યુતીથી ત્રિગ્રહ યોગ સર્જાશે. 

Advertisement
1/5
સૂર્ય, બુધ, શનિની યુતિ
સૂર્ય, બુધ, શનિની યુતિ

જ્યોતિષશાસ્ત્રમાં ત્રિગ્રહી યોગને શુભ માનવામાં આવે છે. આ યોગના કારણે કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ મળવાની સંભાવના છે. આ રાશિના લોકો માટે માર્ચ મહિનાથી ગોલ્ડન ટાઈમ શરૂ થઈ શકે છે. સાથે જ આવકમાં પણ જબરદસ્ત ઉછાળો થશે અને કરિયરમાં પણ સફળતા મળવાના પ્રબળ યોગ સર્જાશે. 

2/5
મિથુન રાશિ 
મિથુન રાશિ 

ત્રિગ્રહી યોગ મિથુન રાશિના દસમા ભાવમાં બનશે. આ યોગથી મિથુન રાશિને સૌથી વધુ ફાયદો થવાની સંભાવના છે. કારકિર્દી અને કામકાજની દ્રષ્ટિએ આ યોગ શુભ સાબિત થશે. વેપારમાં સફળતા મળશે અને સારી ડીલ પણ મળી શકે છે. નોકરી શોધતા લોકોને સારી નોકરીની ઓફર મળી શકે છે. જે લોકો નોકરી કરી રહ્યા છે તેમનો પગાર અને પદ વધી શકે છે. સંપત્તિથી પણ લાભ મળવાના સંકેત છે. 

Banner Image
3/5
ધન રાશિ
ધન રાશિ

જ્યોતિષશાસ્ત્ર અનુસાર ધન રાશિ માટે પણ ત્રિગ્રહી યોગ શુભ છે. આ યોગ ચોથા ભાવમાં બનશે. જેના પ્રભાવથી નવુ વાહન કે ઘર ખરીદી શકાય છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. અચાનક ધન લાભ પણ થઈ શકે છે. આ સમયમાં આત્મવિશ્વાસ વધશે. મજબૂતીથી નિર્ણય લઈ શકાશે. ભૌતિક સુખદ સુવિધામાં વધારો થશે. નોકરી કરતા લોકોને સફળતા મળશે. જીવનસાથીનો સહયોગ મળશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. 

4/5
મીન રાશિ 
મીન રાશિ 

મીન રાશિ માટે પણ આ યોગ ખાસ છે. લગ્ન ભાવમાં સર્જાયેલો ત્રિગ્રહી યોગ પર્સનાલિટી સુધારશે અને સમાજમાં પ્રતિષ્ઠા વધારશે. આ સમય દરમિયાન ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. લગ્ન ઇચ્છુક લોકોને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે. દાંપત્ય જીવનમાં સુખ અને શાંતિ રહેશે. આવકમાં અને આત્મવિશ્વાસમાં વધારો થશે. કારકિર્દી અને વેપારમાં પ્રગતિ થવાની સંભાવના.

5/5




Read More