Mauni Amavas Triveni Yog: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષે મૌની અમાવસ્યા પર અત્યંત શુભ યોગ બનવા જઈ રહ્યો છે. મૌની અમાસ પર 50 વર્ષ પછી ત્રિવેણી યોગ બની રહ્યો છે. આ યોગ 3 રાશિઓના ધનમાં વધારો કરી શકે છે.
મૌની અમાસ પર ગ્રહોના રાજા સૂર્ય મકર રાશિમાં ચંદ્ર અને ગ્રહોના રાજકુમાર બુધ સાથે હશે. ત્રણ ગ્રહોના એકસાથે ગોચરથી ત્રિવેણી યોગ બની રહ્યો છે જેને ત્રિગ્રહી યોગ પણ કહેવાય છે. આ યોગ 3 રાશિઓનું ભાગ્ય ચમકાવી શકે છે. આ લકી રાશિઓ કઈ કઈ છે ચાલો જાણીએ.
ત્રિગ્રહી યોગ વૃષભ રાશિ માટે લાભકારી હશે. આ સમય દરમિયાન ધાર્મિક અને માંગલિક કાર્યક્રમ થઈ શકે છે. આ સમય દરમિયાન ઈચ્છાઓની પૂર્તિ થશે. નોકરી કરતા લોકો માટે સારો સમય.
ત્રિગ્રહી યોગ મકર રાશિ માટે શુભ છે. આ સંયોગ વ્યક્તિત્વને પ્રભાવશાળી બનાવશે. આત્મવિશ્વાસ વધશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે. જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. વૈવાહિક જીવન શાનદાર રહેશે.
ત્રિગ્રહી યોગ આ રાશિ માટે અનુકુળ, ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે. આ સમય દરમિયાન વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો. ધન વૃદ્ધિના યોગ બની શકે છે. ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ હશે. સંબંધ મજબૂત થશે.