PHOTOS

ન જિમની ઝંઝટ, ન ડાયટની ચિંતા, તમારું વજન બમણી ઝડપથી ઘટશે, અપનાવો આ Japanese Walking Technique

Japanese Walking Technique For Weight Loss: જાપાનમાં એક અનોખી ચાલવાની ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે, જે તમને ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. તેની મદદથી, તમે વધુ ચાલ્યા વિના પણ ઘણા કિલો વજન ઘટાડી શકો છો.

Advertisement
1/5
વજનની સમસ્યાઓ
 વજનની સમસ્યાઓ

સ્થૂળતા એક મહામારીની જેમ ફેલાઈ રહી છે. આજે ઘણા લોકો તેનાથી પીડાઈ રહ્યા છે. પરંતુ જાપાનની મોટી વસ્તી સ્થૂળતા જેવી સમસ્યાઓથી ઘણી દૂર છે. તેમની સ્વસ્થ જીવનશૈલી અને કેટલીક સરળ તકનીકો આ માટે જવાબદાર છે. દરરોજ 10,000 પગલાં ચાલવાને બદલે, જાપાની લોકો ચાલવાની તકનીક અપનાવે છે જેની મદદથી તેઓ ઝડપથી વજન ઘટાડી શકે છે.

2/5
જાપાનીઝ ચાલવાની શૈલી
 જાપાનીઝ ચાલવાની શૈલી

જાપાનીઝ લોકોની ચાલવાની તકનીક ખૂબ ચર્ચામાં છે. તેની મદદથી, 10,000 પગલાં ચાલ્યા વિના પણ ઘણા કિલો વજન ઘટાડી શકાય છે. તેને ઇન્ટરવલ વૉકિંગ તાલીમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પદ્ધતિ જાપાનમાં વિકસાવવામાં આવી હતી, જેનો ઉપયોગ કરીને લોકોને ખૂબ સારા પરિણામો મળ્યા.  

Banner Image
3/5
શું છે ચાલવાની રીત
 શું છે ચાલવાની રીત

આ તકનીકમાં તમારે દરરોજ 30 મિનિટ સુધી ચાલવું પડશે. પરંતુ સતત તમારે એક સ્પીડમાં ચાલવાની જગ્યાએ ક્યારેક ધીમે તો ક્યારેક ફાસ્ટ ચાલવાની પ્રેક્ટિસ કરવી પડશે. જેમ કે 3 મિનિટ ધીમી ગતિથી ચાલવું અને ત્રણ મિનિટ ઝડપી ચાલવું પડશે. આ પ્રક્રિયા 30 મિનિટ સુધી કરવાની છે.

4/5
ડોક્ટરોનું સૂચન
 ડોક્ટરોનું સૂચન

હાર્વર્ડ અને સ્ટેનફોર્મથી ભણેલા કેલિફોર્નિયા બેસ્ડ ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડૉ. સૌરભ સેઠીએ આ તકનીક વિશે જણાવ્યું, જેને વજન ઘટાડવા માટે સારી પ્રેક્ટિવ ગણાવી છે. આ તકનીક તમારી વજન ઘટાડવાની યાત્રામાં સહાયક સાબિત થઈ શકે છે.  

5/5
ચાલવાના ફાયદા
  ચાલવાના ફાયદા

હેલ્થ નિષ્ણાંતો પ્રમાણે દરરોજ ચાલવાથી તમારા શરીરને ઘણા ફાયદા મળે છે. તેનાથી તમારૂ માનસસિક અને શારીરિક સ્વાસ્થ્ય સારૂ રહે છે. આ સિવાય બીપી અને હાર્ટ માટે પણ ચાલવું ફાયદાકારક સાબિત થઈ શકે છે.





Read More