Tsunami threat to America: વૈજ્ઞાનિક અનુમાનમાં ભયાનક વાતો કહેવામાં આવી છે. એમાં એવું કહેવામાં આવ્યું છે કે, જો સમુદ્રની અંદર 8.0ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, તો એક હજાર ફૂટ ઊંચા મોજા ઉછળશે જે બધું જ બરબાદ કરી દેશે.
સુનામીમાં કોઈ પણ દેશને સંપૂર્ણપણે બરબાદ કરવાની શક્તિ છે. હાલમાં એવા જ એક સુનામીનો ખતરો દુનિયાના સૌથી મોટી લશ્કરી અને આર્થિક મહાશક્તિ અમેરિકા પર મંડરાઈ રહ્યો છે. વૈજ્ઞાનિકોએ અમેરિકા પર મંડરાઈ રહેલ ખતરાને લઈ ડરામણી ચેતવણી આપી છે.
વર્જિનિયા ટેકના વૈજ્ઞાનિકોને ટાંકીને પ્રોસીડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડેમી ઓફ સાયન્સમાં પ્રકાશિત થયેલા એક સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે, આગામી 50 વર્ષમાં એકવાર કેસ્કેડિયા સબડક્શન ઝોનમાં 8.0ની તીવ્રતાનો ભૂકંપ આવી શકે છે.
વૈજ્ઞાનિક અનુમાનમાં ભયાનક વાતો કહેવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે, જો સમુદ્રની અંદર 8.0ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, તો એક હજાર ફૂટ ઊંચા મોજા ઉછળશે જે બધું નેસ્તનાબૂદ કરી નાખશે. એટલું જ નહીં, ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે, આ ભયાનક ભૂકંપને કારણે દરિયા કિનારાના શહેરો 6.5 ફૂટ સુધી ડૂબી જશે.
વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે, 1,000 ફૂટ ઉંચી 'મેગા સુનામી' અમેરિકાના એક મોટા ભાગને નકશામાંથી ભૂંસી શકે છે. આ તોળાઈ રહેલા ખતરાની ઝપેટમાં અલાસ્કા, હવાઈ અને અમેરિકાના કેટલાક મેન લેન્ડ પણ છે.
કેસ્કેડિયા સબડક્શન ઝોન ઉત્તરી વેન્કુવર દ્વીપથી કેપ મેન્ડોસિનો, કેલિફોર્નિયા સુધી ફેલાયેલો છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી હતી કે, આ સંભવિત ભૂકંપ કોઈપણ પૂર્વ આગાહી વિના અચાનક આવશે. આ સમય દરમિયાન બધું થોડીવારમાં જ બનશે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, બધું એટલું ઝડપથી થશે કે કોઈને ભાગવાનો કે બચાવવાનો મોકો પણ નહીં મળે. સ્ટડીના મુખ્ય લેખક અને વર્જિનિયા ટેકના ભૂસ્તરશાસ્ત્ર વિભાગના સહાયક પ્રોફેસર ટીના ડ્યુરાના જણાવ્યા અનુસાર સૌથી ગંભીર અસરો દક્ષિણ વોશિંગ્ટન, ઉત્તરી ઓરેગન અને ઉત્તરી કેલિફોર્નિયામાં થશે.
વર્ષ 1700 પછી કેસ્કેડિયા સબડક્શન ઝોનમાં કોઈ મોટો ભૂકંપ આવ્યો નથી. ઘણા સમયથી આ વિસ્તારનો કોઈ ભૂસ્તરશાસ્ત્રીય સર્વે થયો નથી. આવી સ્થિતિમાં વૈજ્ઞાનિકોની ચેતવણી ભયાનક છે. જો કે, આગામી 50 વર્ષમાં આટલો પ્રલયંકારી ભૂકંપ આવવાની શક્યતા માત્ર 15 ટકા જ છે.
7.5થી વધુ તીવ્રતાના ભૂકંપ વિનાશક સુનામી ઉત્પન્ન કરી શકે છે. અમેરિકામાં 8 થી 9 તીવ્રતાના સુનામીની આગાહી કરવામાં આવી છે, જે દરિયાકાંઠાના શહેરો અને ભૂકંપના કેન્દ્રની આસપાસના વિસ્તારોને સંપૂર્ણપણે નષ્ટ કરી શકે છે. (બધા ફોટો પ્રતીકાત્મક છે અને AIની મદદથી બનાવવામાં આવી છે.)