PHOTOS

કેટરીના કૈફ, વિદ્યા બાલન, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મો, જાણો કોણ હતી Tunisha?

Tunisha Sharma Suicide: તુનિશા શર્માના મોતના સમાચારે દરેકને હચમચાવી દીધા છે. 20 વર્ષની અભિનેત્રીનું આમ જીંદગીથી હાર જવું મોટી વાત છે. દરેક જણ દંગ છે કે આખરે એવું શું થયું કે સફળતા તરફ આગળ વધી રહેલી આ અભિનેત્રીએ નાની ઉંમરમાં આટલું મોટું પગલું ભર્યું. 
 

Advertisement
1/5
20 વર્ષની ઉંમરમાં કરી આત્મહત્યા
20 વર્ષની ઉંમરમાં કરી આત્મહત્યા

ફક્ત 20 વર્ષની ઉંમરમાં અભિનેત્રી તુનિશા શર્માએ આત્મહત્યા કરીને બધાને વિચારવા માટે મજબૂર કરી દીધા છે. અલીબાબા- દાસ્તાન એ કાબુલમાં મરિયમનો લીડ રોલ પ્લે કરી રહેલી તુનિશાની જીંદગીમાં એવું શું થયું કે આટલું મોટું પગલું ભરવાનો વિચાર કર્યો. આ વિચારીને બધા આશ્વર્યમાં છે. 

2/5
સેટ પર ફાંસી લગાવી કરી આત્મહત્યા
સેટ પર ફાંસી લગાવી કરી આત્મહત્યા

કહેવામાં આવી રહ્યું છે કે તે શોની શૂટિંગ કરી રહી હતી અને સેટ પર જ તેમને ફાંસી લગાવી આત્મહત્યા કરી દીધી છે. જેમ કે તેમને આ સ્થિતિમાં સેટ પર જોઇ ઉતાવળમાં હોસ્પિટલમાં લઇ જવામાં આવી પરંતુ તેમને બચાવી શકાય નહી.

Banner Image
3/5
6 કલાક પહેલાં જ કરી હતી છેલ્લી પોસ્ટ
6 કલાક પહેલાં જ કરી હતી છેલ્લી પોસ્ટ

તમને જણાવી દઇએ કે અલી બાબા પહેલાં તે ઘણી સીરિયલ્સમાં જોવા મળી હતી. તેમણે ચક્રવણી અશોક સમ્રાટ, ગબ્બર પૂંછવાલા, મહારાણા પ્રતાપ, ઇન્ટરનેટવાલા લવા અને ઇશ્ક સુભાન અલ્લાહ જેવા શોમાં કમ કર્યું હતું અને નામના મેળવી. 

4/5
ફિલ્મોમાં યંગ કેટરીનાનું ભજવ્યું હતું પાત્ર
ફિલ્મોમાં યંગ કેટરીનાનું ભજવ્યું હતું પાત્ર

તો બીજી તરફ નાના પડદા પર જ નહી પરંતુ ફિલ્મોમાં પણ તુનિશા જોવા મળી હતી. કહાની 2 માં તેમણે વિદ્યા બાલનની પુત્રીનો રોલ ભજવ્યો હતો અને બાર-બાર દેખો તથા ફિતૂરમાં કેટરીનાના બાળપણનું પાત્ર ભજવતી જોવા મળી. એટલે કે 20 વર્ષ સુધી તુનિશા ખૂબ કામ કરી ચૂકી હતી. 

5/5
સુસાઇડની પાછળનું કારણ
સુસાઇડની પાછળનું કારણ

અલી બાબા-દાસ્તાન એ કાબુલમાં તે મરિયમના રોલમાં ખૂબ પસંદ કરવામાં આવી રહી હતી. એવામાં સફળતાના આ મોડ પર આવીને તેમનું આમ જીંદગીથી હારી જવું કોઇને સમજાઇ રહ્યું નથી. કોઇ સમજી શકતું નથી કે આખરે તેમની જીંદગીમાં એવું શું ચાલી રહ્યું હતું કે આ પગલું ભરવું પડ્યું. 





Read More