PHOTOS

Photos : ફાયર વિભાગમાંથી NOC ન મળતા શિક્ષકે બગીચામાં ભણાવવાનું શરૂ કર્યું

સુરતમાં બનેલી આગકાંડની ઘટના બાદ ગુજરાતનું તંત્ર દોડતું થયું છે. રાજ્યભરમાં ચાલી રહેલા ટ્યુશન ક્લાસિસ પર તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. સુવિધા વગર વિદ્યાર્થીઓને ભણાવતા અનેક ટ્યુશન ક્લાસીસના સંચાલકો પર તવાઈ આવી છે. પરંતુ આ કારણે વિદ્યાર્થીઓના ભણતર પર અસર થઈ રહી છે. આગકાંડ બાદ ડિમોલીશન અને તપાસના સમાચાર બાદ બનાસકાંઠામાંથી રસપ્રદ સમાચાર સામે આવ્યા છે. બનાસકાંઠાના પાલનપુરમાં ફાયર સેફ્ટીની એનઓસી ન મળતાં ટ્યુશન સંચાલકે કલેક્ટર કચેરીના બગીચામાં ટ્યુશન ક્લાસ શરૂ કર્યો હતો.

Advertisement
1/2

પ્રાપ્ત માહિતી અનુસાર, પાલનપુરમાં એક શિક્ષકે ફાયર વિભાગમાં ફાયર સેફ્ટી માટે એનઓસીની અરજી કરી હતી, પરંતુ તેમને એનઓસી મળ્યા ન હતા. ત્યાર બાદ તેમણે સોશિયલ મીડિયાનો નુસ્ખો પણ અપનાવ્યો હતો. તેમણે સોશિયલ મીડિયા દ્વારા વિદ્યાર્થીઓને ભણાવવાનું શરૂ કર્યું હતું. પરંતુ તેમાં પણ તેઓ સફળ નીવડ્યા ન હતા. છેવટે કંટાળેલા શિક્ષકે કલેક્ટર કચેરીના બગીચાને જ ટ્યુશન ક્લાસ બનાવ્યો હતો. 

2/2

આ મામલે ટ્યુશન ક્લાસના સંચાલકે કહ્યું કે, વિદ્યાર્થીઓની ફી લીધી છે. તેથી તેઓને અભ્યાસ પૂરો પાડવો એ અમારી ફરજ છે. જ્યાં સુધી તંત્ર ફાયર સેફ્ટીની એનઓસી નહિ, આપે ત્યાં સુધી સંચાલક કલેત્ટર કચેરીના બગીચામાં જ ટ્યુશન ભણાવવા મક્કમ છે. 

Banner Image




Read More