બોલીવુડ હોય કે પછી હોલીવુડ સેલેબ્રિટીઝને સૌથી અલગ અને યૂનિક આઉટફિટ પહેરવાનો શોખ હોય છે. એટલું જ નહી ઘણીવાર તે વધુ આકર્ષક દેખાવવા માટે તેને જરૂરિયાતથી વધુ રિવીલિંગ અને એક્સપોઝિંગ બનાવી દે છે. તાજેતરમાં જ કંઇક આવું જ થયું એક રિયાલિટી ટીવી સ્ટારની સાથે. મોડલ એમી રસ એટલો નાનો ટોપ અને સ્કર્ટ પહેરીને એક મોલમાં પહોંચી ગઇ કે સિક્યોરિટી ટીમમાં હડકંપ મચી ગયો.
અમારા ગ્રુપની અંગ્રેજી વેબસાઇટ DNA ના એક રિપોર્ટ અનુસાર રિયાલિટી ટીવી સ્ટાર એમી રસ (Emmy Russ) ને દુબઇના એક મોલમાંથી એટલા માટે બહાર કાઢવામાં આવી કારણ કે તે ખૂબ બધી સેક્સી લાગી રહી હતી.
22 વર્ષીય એમી (Emmy Russ) એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આ વાતનો ખુલાસો કર્યો. એમી (Emmy Russ) એ જણાવ્યું કે તેમને મોલના સિક્યોરિટી ગાર્ડ્સએ અટકાવી અને તેમનું કહેવું હતું કે તેમનો પહેરવેશ યોગ્ય ન હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે એમી (Emmy Russ) એક રિયાલિટી ટીવી શો સ્ટાર છે અને તે સેલિબ્રિટી બિગ બ્રધરના જર્મન વર્જનમાં જોવા મળી ચૂકી છે. વાત કરીએ તેમના ફેન ફોલોઇંગની તો ફક્ત ઇંસ્ટાગ્રામ પર એમી (Emmy Russ) ના 1,86,000 થી વધુ ફોલોવર્સ છે.
એમી (Emmy Russ) એ જણાવ્યું કે જ્યારે તે દુબઇના આ આલીશાન શોપિંગ મોલમાં એન્ટર કરી રહી હતી તો તેમણે ક્રોપ્ડ ગ્લિટર ટોપ અને મિની સ્કર્ટ પહેરી રાખ્યું હતું. એમી (Emmy Russ) જણાવ્યું કે તે દિવસે ગરમી વધુ હોવાથી તેમણે આમ કર્યું હતું.
ઇસ્ટાગ્રામ પર એમી (Emmy Russ) એ આ ઘટનાક્રમનો ખુલાસો કરતાં લખ્યું 'અચાનક એક સિક્યોરિટી ગાર્ડ હાંફતા હાંફતા બહાર આવ્યો અને કહ્યું કે હું જરૂરિયાત કરતાં વધુ સેક્સી લાગી રહ્યું છું અને તેના લીધે હું એ મોલની અંદર જઇ ન શકું.
એમી (Emmy Russ) એ જણાવ્યું કે તેમણે મને પોલીસની ધમકી આપી. મને બહાર ફેંકી દેવામાં આવી અને મને એક લેખિત ચેતાવણી પણ આપવામાં આવી.
દુબઇના આ મોલ દ્વારા એમી (Emmy Russ) ને આપવામાં આવેલી લેખિત ચેતાવણીમાં તેમને જણાવ્યું કે તે શાલીન કપડાં પહેરે.
સોશિયલ મીડિયાની વાત કરીએ તો એમી (Emmy Russ) સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાની બોલ્ડ બિકિની તસવીરો શેર કરતી રહે છે.
એમી (Emmy Russ) એ આ કેસને પતાવવા માટે એક લોન્ગ ટી શર્ટ ખરીદી લીધી. તેને એમીએ પોતાના ટોપની ઉપર પહેરી લીધી.