વૈદિક જ્યોતિષ મુજબ ભદ્ર અને માલવ્ય રાજયોગ બનવા જઈ રહ્યા છે જેના કારણે કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય અચાનક પલટી શકે છે. બંપર લાભ થઈ શકે છે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ કોણ છે...
Bhadra And Malavya Rajyog 2025: જ્યોતિષ પંચાંગ મુજબ ગ્રહો એક નિશ્ચિત સમયે ગોચર કરીને શુભ યોગ અને રાજયોગ બનાવે છે. જેનો પ્રભાવ માનવજીવન અને દેશ દુનિયા પર જોવા મળે છે. અત્રે જણાવવાનું કે જૂનમાં બે રાજયોગનું નિર્માણ થશે જેમાં શુક્ર ગ્રહ સ્વરાશિ વૃષભમાં ગોચર કરીને માલવ્ય રાજયોગ બનાવશે અને ત્યારબાદ બુધ ગ્રહ પોતાની સ્વરાશિ મિથુનમાં ગોચર કરીને ભદ્ર મહાપુરુષ રાજયોગનું નિર્માણ કરશે. આવું 100 વર્ષ બાદ થશે જ્યારે એક સાથે ભદ્ર અને માલવ્ય રાજયોગ બનવા જઈ રહ્યા છે. જેના કારણે કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. તેમને પદ અને પ્રતિષ્ઠા મળી શકે છે. આવકમાં વધારાના પણ યોગ છે. જાણો તે લકી રાશિઓ વિશે...
ભદ્ર અને માલવ્ય રાજયોગ બનવાથી મિથુન રાશિના જાતકોને લાભ થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિથી લગ્ન ભાવ અને 12માં ભાવ પર બનવા જઈ રહ્યા છે. આથી આ દરમિયાન તમને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. તમારી વાણીમાં નિખાર આવી શકે છે. જેનાથી લોકો ઈમ્પ્રેસ થઈ શકે છે. આ દરમિયાન તમને પૈસા કમાવવાની સાથે સાથે સફળતાના રસ્તે આગળ વધશો. જીવનશૈલીમાં સકારાત્મક પરિણામ આવશે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે. આર્થિક યોજનાઓ સફળ રહેશે અને કલાત્મક ક્ષેત્રોમાં પ્રસિદ્ધિ અને સન્માન મળશે. ધનની બચત પણ કરી શકશો.
તુલા રાશિના જાતકો માટે પણ ભદ્ર અને માલવ્ય રાજયોગનું બનવું શુભ સિદ્ધ થઈ શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી રાશિથી નવમ ભાવ અને શુક્ર ગ્રહ અષ્ટમ ભાવમાં ભ્રમણ કરવા જઈ રહ્યા છે. આથી વ્યવસાયિક મોરચે જોઈએ તો તમને વેપારમાં સારું રિટર્ન મળી શકે છે. નોકરીયાતોને કાર્યસ્થળ પર નવી જવાબદારી મળી શકે છે. તમે દેશ વિદેશનો પ્રવાસ કરી શકો છો. કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો. અટકેલા કાર્યો બનવા લાગશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે.
મીન રાશિના જાતકો માટે પણ આ બંને રાજયોગ લાભકારી સિદ્ધ થઈ શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી રાશિથી ચતુર્થ ભાવમાં ભ્રમણ કરવા જઈ રહ્યા છે અને આ સાથે શુક્ર ગ્રહ તમારી રાશિથી ત્રીજા ભાવ પર ભ્રમણ કરવા જઈ રહ્યા છે. આ સમયે સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ શકે છે. કોઈ વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો. ધનવૃદ્ધિના પ્રબળ સંકેત છે. વેપારમાં અચાનક મોટો લાભ થઈ શકે છે. આ સાથે જ સરકારી કાર્યોમાં સફળતા અને પદ પ્રતિષ્ઠામાં વધારાની શક્યતા છે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.