e-Visa : ઘણા દેશોમાં વિઝા સંબંધિત વિવિધ સુવિધાઓ છે. કેટલાક દેશો માટે ઓન અરાઇવલ વિઝા ઉપલબ્ધ છે, જ્યારે કેટલાક દેશો ઇ-વિઝાનો વિકલ્પ પણ ઓફર કરે છે. જ્યારે અન્ય દેશો દૂતાવાસ દ્વારા જ વિઝા અરજી સ્વીકારે છે.
રશિયા સાથે યુદ્ધ બાદ યુક્રેને હવે 45 દેશોના નાગરિકો માટે ઈલેક્ટ્રોનિક વિઝા (ઈ-વિઝા) ફરી શરૂ કરી દીધા છે. યુક્રેન ફરીથી તેના દેશની અર્થવ્યવસ્થાને વેગ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે.
રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના આદેશ બાદ દેશના વિદેશ મંત્રાલયે નોટિસ જાહેર કરી છે. જે મુજબ ભૂટાન, ભારત, માલદીવ અને નેપાળ સહિત ઓછામાં ઓછા 45 દેશોના નાગરિકો ઈ-વિઝાની સુવિધા મેળવી શકશે.
હવે પ્રશ્ન એ છે કે ઈ-વિઝા શું છે ? તમને જણાવી દઈએ કે ઈ-વિઝા એક ડિજિટલ વિઝા છે. તે કોઈપણ દેશની સરકાર દ્વારા ઓનલાઈન આપવામાં આવી શકે છે. આ પેપર વિઝાથી અલગ છે.
તમને જણાવી દઈએ કે ઈ-વિઝા માટે નાગરિકોને એમ્બેસી કે કોન્સ્યુલેટની મુલાકાત લેવાની જરૂર નથી. આ માટે નાગરિકોએ માત્ર ઓનલાઈન અરજી કરવાની રહેછે. જો તમામ દસ્તાવેજો બરાબર હોય, તો વિઝા ઈમેલ દ્વારા ડિજિટલ ફોર્મેટમાં આવે છે.
સામાન્ય વિઝા માટે અરજી કરો છો, તો તમને માત્ર 3 દિવસમાં વિઝા મળી શકે છે. પરંતુ જો તમે ઈમરજન્સીમાં કરો છો, તો તમે આ વિઝા 1 દિવસની અંદર મેળવી શકો છો.