PHOTOS

અસંભવ ! ના ફોર, ના સિક્સ...એક બોલ પર બન્યા 286 રન, બાદમાં રાયફલે અટકાવ્યા બેટ્સમેનોને

Unique Cricket Record : આજની ક્રિકેટની રમતમાં 6 બોલમાં 6 સિક્સર અથવા 4 બોલમાં 4 વિકેટ સાંભળીને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. પરંતુ એક સમય હતો જ્યારે એવો રેકોર્ડ બન્યો હતો જેને સાંભળીને આજે પણ લોકો ચોંકી જાય છે. આ એવો રેકોર્ડ છે, જેમાં 1 બોલમાં 286 રન બન્યા હતા. 

Advertisement
1/5

Unique Cricket Record : ક્રિકેટના મેદાન પર ઘણા રેકોર્ડ બન્યા છે અને તૂટ્યા છે. પરંતુ ઘણી વખત કેટલાક એવા અનોખા અને અશક્ય રેકોર્ડ બન્યા છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. આવો જ રેકોર્ડ 130 વર્ષ પહેલા માત્ર એક બોલ પર 286 રનનો બન્યો હતો. ક્રિકેટના અત્યાર સુધીના ઈતિહાસમાં આ ખૂબ જ વિચિત્ર અને ચોંકાવનારી ઘટના હતી.

2/5

વર્ષ 1894માં ક્રિકેટના મેદાન પર એક અજીબ ઘટના બની હતી, જે આજે પણ ક્રિકેટની દુનિયામાં એક ચમત્કારિક રેકોર્ડ તરીકે ગણવામાં આવે છે. આ ઘટના 1894માં ઈંગ્લેન્ડમાં બની હતી, જ્યારે એક મેચમાં માત્ર એક બોલ પર ના કોઈ ફોર કે સિક્સર ફટકાર્યા વિના 286 રન બનાવ્યા હતા. ક્રિકેટની આ અવિશ્વસનીય ઘટના તે સમયે 'પાલ-માલ ગેઝેટ' નામના અખબારમાં પણ પ્રકાશિત થઈ હતી.

Banner Image
3/5

આ મેચ 15 જાન્યુઆરી 1894ના રોજ વિક્ટોરિયા અને સ્ક્રેચ XI વચ્ચે લંડનના બોનબરી ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. પરંતુ અહીં નોંધનીય બાબત એ છે કે તે સમયે ક્રિકેટના નિયમો હાલ જેવા નહોતા. આજના ક્રિકેટના નિયમો પહેલા કરતા ઘણા અલગ છે. તે સમયે ક્રિકેટ મેચોમાં બોલર અને બેટ્સમેન માટે અલગ-અલગ નિયમો હતા.  

4/5

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે સમયે ક્રિકેટના નિયમો અનુસાર, જો બોલ કોઈ વસ્તુ પર અટકી જાય, તો તેને નો બોલ માનવામાં આવતો હતો અને બેટ્સમેનને વધારાના રન મળતા હતા. બોનબરી મેદાન પર વિક્ટોરિયા અને સ્ક્રેચ XI વચ્ચેની મેચમાં વિક્ટોરિયાના બેટ્સમેને શોટ રમ્યો હતો જે ઝાડની ડાળી પર અટવાઈ ગયો હતો. આના કારણે બોલ મેદાન પર પાછો ન આવ્યો અને બેટ્સમેનો ભાગતા રહ્યા અને 286 રન પૂરા કર્યા.  

5/5

અહેવાલોમાં વધુમાં જણાવાયું છે કે ફિલ્ડિંગ ટીમે ઝાડ કાપવાનું નક્કી કર્યું પરંતુ કુહાડી મળી ન હતી. જો કે કુહાડી પણ પાછળથી આવી હતી, ત્યાં સુધીમાં બોલ રાયફલના નિશાનથી ઝાડની ડાળી પરથી નીચે પાડ્યો હતો અને બેટ્સમેનોને રન બનાવતા અટકાવવામાં આવ્યા હતા.





Read More