arat Monsoon 2025: હવામાન ખાતા દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, જેમાં અમદા...
હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.
બીજી તરફ અમદાવાદ ખાતે મંગળવારના રોજ રમાનારી IPL જોવા માટે ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ આવી ગયા છે. જેના કારણે શહેરની હોટેલના રૂમના ભાડામાં પણ તોતિંગ વધારો થઈ ગયો છે. જોકે વરસાદ પડવાના હવામાન ખાતાના સંકેતના લીધે દૂર દૂરથી આવેલા લોકોમાં પણ એક પ્રકારની ચિંતા જોવા મળી જા રહી છે. મહત્ત્વની વાત એ છે કે, રવિવારના રોજ સેમી ફાઈનલમાં પણ વરસાદી ઝાપટું પડતા થોડો સમય મેચ રોકી દેવામાં આવી હતી.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. તેમણે જણાવ્યું છે કે દક્ષિણ ચીનમાં લો પ્રેસરના કારણે અરબ સાગરનો ભેજ, બંગાળ ઉપ સાગરના ભેજના પ્રવાહો દક્ષિણ ચીનના લો પ્રેસર તરફ ફંટાઈ રહ્યા છે. આ સિસ્ટમ ચક્રવાતમાં બદલાશે. જે ચક્રવાત હોંગકોંગ તરફ જવાની શક્યતાઓ રહેશે. જેના કારણે ચોમાસામાં બ્રેક લાગી શકે છે.
ચોમાસું સડસડાટ મુંબઈમાં આગળ વધ્યા પછી બ્રેક લાગવાનું કારણ ઉત્તર, પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ ભારતમાં ગરમ પવનો ફૂંકાતા હતા તે ગરમ પવનો વહેતા હતા તે કરાણે ચોમાસાને બ્રેક લાગવાની શકયતા દર્શાવવામાં આવી છે. રશિયાના બગોમાં એન્ટી સાઈકલોન સર્ક્યુલેશન બન્યું હતું, તેથી પણ ચોમાસામાં બ્રેક લાગવાની હતી. દક્ષિણ ચીનમાં લો પ્રેસર બનવા જઈ રહ્યું છે તેના કારણે અરબ સાગરના પ્રવાહો, બંગાળ ઉપ સાગરમાં થઈને સડસડાટ દક્ષિણ ચીન તરફ વહી રહ્યા છે. જેના કારણે ચોમાસું સક્રિય થાય તે જણાતું નથી.
અંબાલાલે જણાવ્યું છે કે તારીખ 11 જૂન બાદ રાજ્યમાં ચોમાસું સક્રિય થવાની શક્યતાઓ રહેશે. તારીખ 8 થી 12માં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે. 12થી 18માં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શકયતા રહેશે. 10મી જૂને નબળું ચોમાસું રાજ્યના દક્ષિણ ભાગમાં આવી શકે છે. 12થી 18માં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે પશ્ચિમી વિક્ષેપની અસરના કારણે અને કદાચ સાયકલોનિક સર્ક્યુલેશન બની શકે, જેના કારણે ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગોમાં હળવો ભારે વરસાદ થવાની શકયતા રહેશે. પૂર્વ ગુજરાતના ભાગોમાં પંચમહાલ ના ભાગોમાં, દાહોદ લીમખેડા, વગેરે ભાગોમાં 13 જૂન બાદ ભારે વરસાદ ની શક્યતાઓ રહેશે. 13 જૂન બાદ રાજ્યના પૂર્વીય ભાગો અને દેશના પૂર્વીય ભાગોમાં અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે. હવે ચોમાસું ધીરે ધીરે સક્રિય થશે અને વરસાદ થવાની શક્યતાઓ રહેશે.
ઉનાળાની વિદાય અને ચોમાસાના આગમન વચ્ચે રાજ્યમાં બેવડું હવામાન જોવા મળે છે. આજે મંગળવારે વહેલી સવારે અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સવારથી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.
હવામાન વિભાગે આજે મંગળવારની વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે રાજ્યમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરી છે.