PHOTOS

Food Combinations: તમને બિમાર કરી શકે છે દૂધ સાથે 5 ફૂડ કોમ્બિનેશન

Health And Fitness: દૂધ પીવાથી સ્વાસ્થ્યને થતા ફાયદા તો લગભગ બધાને ખબર હોય છે. આયુર્વેદમાં દૂધને સંપૂર્ણ આહાર ગણવામાં આવ્યો છે. દૂધમાં રહેલા મિનરલ્સ અને વિટામીન ફાયદાકારક સાબિત થાય છે. જોકે આયુર્વેદ પ્રમાણે દૂધ સાથે અમુક વસ્તુઓનું સેવન હાનિકારક છે અને જો એ સેવન કરવામાં આવે તો ભારે નુકસાન થાય છે. 

Advertisement
1/5
માછલી અને દૂધ
માછલી અને દૂધ

આમ જોવા જઈએ તો દૂધ એક ઠંડુ પ્રવાહી છે. જ્યારે માછલીને ખાવાથી શરીરનું તાપમાન વધે છે. હવે દૂધ અને માછલીને સાથે લેવામાં આવે તો શરીરમાં અસંતુલન પેદા થઈ શકે. ખાસ કરીને પાંચન સમસ્યા થઈ શકે છે. 

2/5
કેળા સાથે દૂધ
કેળા સાથે દૂધ

સ્વાસ્થને ધ્યાને રાખીને ઘણા લોકો કેળા સાથે દૂધ લેતા હોય છે. જો કે નિષ્ણાતો આ વાત સાથે સંમત નથી. તેમના મુજબ કેળા અને દૂધ ભારે વસ્તુઓ છે. જેથી તેને પચાવવામાં વાર લાગે છે. આ બંને વસ્તુઓને સાથે લેવાથી થાક પણ વધુ લાગે છે. 

Banner Image
3/5
ટેટી અને દૂધ
ટેટી અને દૂધ

દૂધ સાથે ક્યારેય મગની દાળનું સેવન ન કરવું જોઈએ. આ સિવાય દૂધ સાથે ટેટી, ગાજર, શક્કરિયું, બટાટા, તેલ, દહીં, નારિયેળ તેમજ લસણ ન લેવું જોઈએ. આ વસ્તુઓ અને દૂધના સેવન વચ્ચે બે કલાકનું અંતર રાખવું જરૂરી છે. અડદ સાથે દૂધ ખાવાથી હાર્ટએટેક થવાનો ખતરો છે. 

4/5
મૂળા અને દૂધ
મૂળા અને દૂધ

મૂળા અને દૂધ એકસાથે ખાવાથી પાચનક્રિયામાં ખરાબી થઇ શકે છે જોકે પેટની ગરબડ થઇ શકે છે. મૂળાની વાનગી ખાધા પછી દૂધ પીવું ન જોઈએ. આમ કરવાથી દૂધ ઝેરી થઈ જાય છે અને ત્વચાને લગતા રોગ થવાની સંભાવના વધે છે. 

5/5
દૂધ સાથે સાઇટ્રસ અથવા એસિડિક વસ્તુઓ
દૂધ સાથે સાઇટ્રસ અથવા એસિડિક વસ્તુઓ

દૂધ સાથે ક્યારેય સંતરા, લીંબુ, આંબળા, દ્રાક્ષ  અને અનાનસનું સેવન ન કરવું જોઈએ. લોકો ઘણીવાર દૂધ સાથે કેળાં ખાય છે પણ આ યોગ્ય નથી. કેળું અને દૂધ બંને કફ વધારે છે અને એની અસર પાચનક્રિયા પર થાય છે. 





Read More