નરેન્દ્ર મોદી સરકારે 2047 સુધી ભારતને વિક્સિત રાષ્ટ્ર બનાવી લેવા માટે કમર કસી લીધી છે. આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે જ્યારે બજેટ ભાષણ વાંચ્યુ ત્યારે આ વાત નજરે ચડી. મોદી સરકારનું આ 13મું બજેટ છે અને નિર્મલા સીતારમણે સાતમીવાર બજેટ રજું કર્યું. જેમાં તેમણે કહ્યું કે આ બજેટ ગરીબ, મહિલાઓ, યુવાઓ અને ખેડૂતો પર ફોકસ છે. ભારતની જનતાએ પીએમ મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકાર પર પોતાનો ત્રીજીવાર ભરોસો જતાવ્યો છે. જાણો તેમણે મહિલાઓ વિશે આ બજેટમાં શું જાહેરાતો કરી છે.
નાણામંત્રીએ મહિલાઓ અને છોકરીઓને લાભ પહોંચાડતી યોજનાઓ માટે 3 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.
મહિલાઓ માટે સરકાર મોટી યોજના લાવી રહી છે. મહિલા કેન્દ્રીય સ્કિલિંગ પ્રોગ્રામ લાવવામાં આવશે. ન્યુ સેન્ટ્રલી સ્પોન્સર સ્કીમનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
20 લાખ યુવાઓ આ સ્કીમથી 5 વર્ષમાં સ્કીલ્ડ થશે. 1 લાખ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટને આ માટે અપગ્રેડ કરાશે. આ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા ઉદ્યોગ જગત મુજબ મહિલાઓને ટ્રેન્ડ કરવામાં આવશે.
નિર્મલા સીતારમણે કહ્યું કે કાર્યબળમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે સરકાર કામકાજી મહિલાઓ માટે છાત્રાલય સ્થાપિત કરશે.