PHOTOS

ચમત્કાર ! ના વાઈડ, ના નો-બોલ....આ ખતરનાક ભારતીય બેટ્સમેને 3 બોલમાં ફટકાર્યા 24 રન

Unique Cricket Records : ક્રિકેટની દુનિયામાં કંઈપણ અશક્ય નથી, પરંતુ કેટલાક એવા રેકોર્ડ છે કે તમે તેના પર સરળતાથી વિશ્વાસ કરી શકતા નથી. આવો જ એક રેકોર્ડ મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના નામે નોંધાયેલો છે. કોઈ પણ નો-બોલ કે વાઈડ વગર સચિન તેંડુલકરે 3 બોલમાં 24 રન બનાવ્યા હતા. 

Advertisement
1/7

ક્રિકેટ મેચમાં લીગલ બોલ પર વધુમાં વધુ 6 રન જ બનાવી શકાય છે, તેથી આ કિસ્સામાં 3 બોલમાં વધુમાં વધુ 18 રન જ બનાવી શકાય છે. પરંતુ સચિન તેંડુલકરે 3 બોલમાં 24 રન કેવી રીતે બનાવ્યા તેના વિશે આ લેખમાં જાણીએ.

2/7

સચિન તેંડુલકરે 2002માં ભારતીય ટીમના ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન આ સિદ્ધિ મેળવી હતી. આ વનડે મેચ વિશે બહુ ઓછા લોકો જાણે છે. આ મેચમાં સચિન તેંડુલકરે રમેલી ઇનિંગ્સને તેની કારકિર્દીની સૌથી ખતરનાક ઇનિંગ્સમાં ગણવામાં આવે છે. સચિન પોતે પણ માને છે કે આ તેની કારકિર્દીની શ્રેષ્ઠ ઇનિંગ્સમાંથી એક હતી. 

Banner Image
3/7

આ ODI મેચ 4 ડિસેમ્બર 2002ના રોજ ક્રાઈસ્ટચર્ચ મેદાન પર રમાઈ હતી. સચિન તેંડુલકરે આ ODI મેચમાં 27 બોલમાં 72 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ દરમિયાન સચિને 3 બોલમાં 24 રન બનાવવાનું પરાક્રમ કર્યું હતું. ક્રાઈસ્ટચર્ચમાં રમાયેલી આ ODI મેચ 10-10 ઓવરની 4 ઇનિંગ્સમાં વહેંચવામાં આવી. ભારત અને ન્યુઝીલેન્ડની ટીમોએ 10 ઓવરની 2-2 ઇનિંગ્સ રમવાની હતી.  બંને ટીમો 11ને બદલે 12 ખેલાડીઓ સાથે રમી રહી હતી. 

4/7

આ મેચ ICC દ્વારા કરવામાં આવેલા એક્સપેરિમેન્ટનો ભાગ હતી. આ ODI મેચને 'ક્રિકેટ મેક્સ ઇન્ટરનેશનલ' નામ આપવામાં આવ્યું હતું. આ મેચમાં, બોલરની પાછળ સાઈટ સ્ક્રીનની સામેના વિસ્તારના એક ભાગને "મેક્સ ઝોન" જાહેર કરવામાં આવ્યો હતો. આ ઝોનમાં શોટ મારનાર વ્યક્તિને ડબલ રન મળે, એટલે કે જો કોઈ ચોગ્ગો મારે છે તો તેને 4ને બદલે 8 રન મળે અને જો તે છગ્ગો ફટકારે છે તો તેને 6ને બદલે 12 રન મળે.

5/7

ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 10 ઓવરમાં 5 વિકેટે 123 રન બનાવ્યા હતા. હવે ભારતનો વારો હતો. ઓપનિંગમાં આવેલા સચિન તેંડુલકરે ક્રાઈસ્ટચર્ચમાં તોફાન મચાવ્યું હતું. સચિન તેંડુલકરે માત્ર 27 બોલમાં 72 રનની તોફાની ઇનિંગ રમી હતી. સચિન તેંડુલકરે મેક્સ ઝોનમાં સતત ત્રણ બોલ ફટકારીને બધાને ચોંકાવી દીધા હતા. 

6/7

સચિને આ 3 બોલમાં એક ફોર, એક સિક્સર અને 2 રન બનાવ્યા હતા, પરંતુ મેક્સ ઝોનના નિયમને કારણે તેના ખાતામાં 8, 12 અને 4 રન ઉમેરાયા હતા. આ રીતે તે સતત 3 લીગલ ડિલિવરી પર 24 રન બનાવનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો.

7/7

સચિન તેંડુલકરની તોફાની ઈનિંગ્સ છતાં ટીમ ઈન્ડિયા 21 રનથી મેચ હારી ગઈ હતી. ન્યૂઝીલેન્ડના 5 વિકેટે 123 રનના જવાબમાં ટીમ ઈન્ડિયાએ સચિનની ઈનિંગના આધારે 5 વિકેટે 133 રન બનાવ્યા હતા. બીજા દાવમાં ન્યૂઝીલેન્ડે 7 વિકેટે 118 રન બનાવ્યા હતા, પરંતુ ટીમ ઈન્ડિયાએ જીતવા માટેના 109 રનના લક્ષ્યાંક સામે 6 વિકેટે માત્ર 87 રન બનાવીને મેચ ગુમાવી દીધી હતી.





Read More