PHOTOS

આજથી વાતાવરણમાં આવશે પલટો, આ વિસ્તારમાં મેઘ ગર્જના સાથે પડી શકે છે વરસાદ

તરફ લોકો ગરમી સહન કરી રહ્યાં છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે ગરમી વચ્ચે ક્યાંક પવન સાથે માવઠું પડી શકે છે. રાજ્યના ...

Advertisement
1/6
હવામાન વિભાગની આગાહી
 હવામાન વિભાગની આગાહી

રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. કેટલીક જગ્યાએ બપોરે ગરમી તો સવારે અને રાત્રે ઠંડી લાગી રહી છે. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ત્રણ એપ્રિલ સુધી પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજીતરફ કેટલીક જગ્યાએ હીટવેવની પણ આગાહી છે.  

2/6

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે રવિવારે ગુજરાતના મહુવામાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પણ પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. પોરબંદર અને વડોદરામાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો અમદાવાદ, ગાંધીનગર, સુરત જેવા શહેરોમાં તાપમાન 38 ડિગ્રી નોંધાયું હતું. 

Banner Image
3/6

હવામાન વિભાગે 31 માર્ચે પોરબંદર જિલ્લામાં હીટવેવનું યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં બફારો જોવા મળી શકે છે. તો સોમવારે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન તો 20 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહી શકે છે.   

4/6

ગુજરાતમાં માવઠાની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી અને ડાંગમાં 30થી 40 કિમીની ઝડપે પવન સાથે હળવા વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા 1 એપ્રિલે વાવાઝોડાની ચેતવણી આપી છે. 

5/6

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે મંગળવારે અમરેલી, ભાવનગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે વરસાદ પડી શકે છે.

6/6

બુધવાર એટલે કે બે એપ્રિલ માટે હવામાન વિભાગે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવ, દક્ષિણ ગુજરાતમાં નર્મદા, સુરત, ડાંગ, નવસારી, ભરૂચ, તાપી, વલસાડ, વડોદરા, છોટાઉદેપુર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ દરમિયાન પવન ફૂંકાવા સાથે હળવો વરસાદ પડી શકે છે.  





Read More