સપના શર્મા, અમદાવાદઃ ગુજરાતમાં ફરી માઠવાની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે આગામી બે દિવસ મધ્યથી હળવો વરસાદ પડી શકે છે. રાજ્યમાં સવારે ઠંડી પડે છે તો બપોરે ગરમીનો અનુભવ થાય છે. હવે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગામી પ્રમાણે 2 માર્ચે વડોદરા, છોટાઉદેપુર, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અમરેલી ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં શનિવારે વરસાદની શક્યતા છે. ગુજરાતમાં એક પછી એક બે સિસ્ટમ સક્રિય થતાં વરસાદ પડવાની સંભાવના છે. આ સાથે 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. હવામાન વિભાગે ખેડૂતોને સાવચેતી રાખવાનું પણ કહ્યું છે. શનિવારે અમદાવાદમાં પણ વરસાદની સંભાવના છે.
ગુજરાતના ખેડૂતો માટે આગામી 48 કલાક ચિંતાજનક છે. આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાતના તમામ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ભારે પવનના લીધે ખેતરમાં ઉભો પાક વળી જવાની અને આંબાના પાક પર પણ અસર થવાની શક્યતા છે. તો વરસાદ પછી ઠંડી પડવાની આશંકા વ્યક્ત કરી છે. શિવરાત્રીની આસપાસ ઠંડા પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 14થી 20 માર્ચ દરમિયાન વાતાવરણમાં ફરીથી પલટો આવી શકે છે. તો 21 માર્ચથી ગરમીમાં વધારો થઈ શકે છે.
ઉત્તર ગુજરાતઃ મહેસાણા, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ
સૌરાષ્ટ્ર-કચ્છઃ દ્વારકા, જામનગર, ગીરસોમનાથ, મોરબી, કચ્છ
મધ્ય ગુજરાતઃ અમદાવાદ, મહીસાગર, દાહોદ