PHOTOS

Upcoming Cars: ઉતાવળ ના કરતા નહીંતર પસ્તાશો... લોન્ચ થવા માટે તૈયાર છે 5 કાર

Upcoming Cars in 2024: તાજેતરમાં જ ઓટો મેન્યુફેક્ચરિંગ કંપનીઓએ સેલ્સનો ડેટા જાહેર કર્યો હતો. સેલ્સના આ લેટેસ્ટ ડેટા અનુસાર લોકોની વચ્ચે હવે એસયૂવીને લઇને ખૂબ ક્રેજ છે. મોટાભાગના લોકો કોમ્પેક્ટ અથવા એન્ટ્રી લેવલ એસયૂવીને પણ ખરીદવા પર ફોકસ કરી રહ્યા છે અને એટલા માટે જ ઓટો કંપનીઓ પણ એન્ટ્રી લેવલથી માંડીને મોટી એસયૂવીને લોન્ચ કરવા પર ફોકસ કરી રહી છે. હવે આગામી સમયમાં ભારતીય બજારમાં ઘણી ગાડીઓ લોન્ચ થવા માટે તૈયાર છે.  તેમાં મહિન્દ્રા, ટાટા, કિઆ સહિત ઓટો કંપનીઓ સામેલ છે. 

Advertisement
1/5
Kia EV9
Kia EV9

કિઆ મોટર્સ (Kia Motors) ની વધુ એક ઈલેક્ટ્રિક કાર ભારતીય બજારમાં લોન્ચ થઈ શકે છે. આ કાર વૈશ્વિક બજારમાં ઉપલબ્ધ છે અને હવે તેને ભારતીય બજારમાં લોન્ચ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ 7-સીટર ઇલેક્ટ્રિક કાર હશે, જે સિંગલ ચાર્જ પર 541 કિમી સુધીની રેન્જ આપી શકે છે.  

2/5
Mahindra Thar 5 Door
Mahindra Thar 5 Door

પ્રોડક્શન રેડી 5-ડોર થાર (Mahindra Thar 5 Door) વર્જનનું નામ મહિંદ્રા થાર આર્મડા રાખવામાં આવી શકે છે. આ લાઇફસ્ટાઇલ ઓફ રોડ એસયૂવી 15 ઓગસ્ટના રોજ લોન્ચ થશે. ત્યારબાદ તેને બજારમાં લોન્ચ કરવામાં આવશે. મોડલ લાઇનઅપ ત્રણ વેરિએન્ટમાં આવવાની સંભાવના છે. જેમાં સ્કોર્પિયો એન (Scorpio N) ના 2.2L ડીઝલ અને 2.0L ટર્બો પેટ્રોલ એન્જિન સામેલ હશે. તેમાં 2WD અને 4WD બંને ગિયરબોક્સ આપવામાં આવશે.

Banner Image
3/5
Hyundai Alcazar Facelift
Hyundai Alcazar Facelift

હ્યુન્ડઈ મોટર ઈન્ડિયા લિમિટેડ આ વર્ષે પોતાની 7 સીટર એસયુવી અલ્કઝારના અપડેટેડ મોડલ લાવવાની તૈયારીમાં છે, જેમાં સારા ફીચર્સની સાથે ઘણું ખાસ મળશે. Creta EV પછી કંપની તેની પાવરફુલ SUV Alcazar નું ફેસલિફ્ટ લાવવાની પણ તૈયારી કરી રહી છે. જો કે આ કારના લોન્ચિંગને લઈને કંપની તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે આ કાર પણ આ વર્ષના અંત સુધીમાં લોન્ચ થઈ શકે છે.

4/5
Hyundai Creta EV
Hyundai Creta EV

તાજેતરમાં હ્યુન્ડાઇએ Cretaનું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કર્યું અને તે પછી કંપની આ કારના ઇલેક્ટ્રિક વાહન વર્ઝન પર ફોકસ કરી રહી છે. આગામી સમયમાં Hyundai Motor India Cretaનું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કરી શકે છે.

5/5
Tata Curvv
Tata Curvv

ટાટા મોટર્સ આ વર્ષે પોતાની કૂપે કારને લોન્ચ કરી શકે છે. કંપનીએ આ કારને આ વર્ષ ઓટો એક્સપો 2024 માં શોકેસ કરી હતી. હવે આ કાર લોન્ચ થવાની રાહ જોવાઇ રહી છે. આ કારમાં 1.2 લીટરનું ટર્બો એન્જીન મળી શકે છે. 





Read More