PHOTOS

હવે આંખોના પલકારે જ થઈ જશે પેમેન્ટ, UPIને લઈ લાગુ થયો આ નિયમ; જાણો તમને શું થશે ફાયદા

UPI Payment New Rule: ભારત સરકારે 11 એપ્રિલ 2016ના રોજ યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે UPI લોન્ચ કર્યુ હતું. તેને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા બનાવવામાં આવ્યું છે.

Advertisement
1/7
UPIમાં થયો નવો બદલાવ
UPIમાં થયો નવો બદલાવ

ભારતમાં દર કલાકે 2.5 કરોડથી વધુ UPI ટ્રાન્ઝેક્શન થાય છે. તે એટલું વિશ્વસનીય છે કે, તમામ લોકોએ રોકડ રાખવાનું બંધ કરી દીધું છે. Paytm, GPay, PhonePe જેવી એપ્લિકેશનો UPI સેવા પૂરી પાડે છે. આ એપ્લિકેશનોથી લોકો માટે દરરોજ પેમેન્ટ કરવાની પ્રોસેસ ખૂબ જ સરળ બની ગઈ છે. ભારતમાં RTGS અને NEFT પેમેન્ટ સિસ્ટમનું સંચાલન RBI પાસે છે. જ્યારે IMPS, RuPay, UPI જેવી સિસ્ટમ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા સંચાલિત થાય છે. NPCIએ પેમેન્ટ ઓપ્શનને સરળ બનાવવા માટે કેટલાક બદલાવો કર્યા છે. આ પછી હવે આંખના પલકારામાં જ તમારી પેમેન્ટ થઈ જશે. નવા નિયમો 16 જૂન 2025થી અમલમાં આવ્યા છે.

2/7
રિસ્પોન્સ ટાઈમમાં થયો ઘટાડો
રિસ્પોન્સ ટાઈમમાં થયો ઘટાડો

NPCIએ સોમવાર (16 જૂન)થી યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે UPIમાં રિસ્પોન્સ ટાઈમને ઘટાડી દીધો છે. પેમેન્ટ થયું છે કે નહીં... આ જાણવા માટે પહેલા યુઝર્સને 30 સેકન્ડ સુધીની રાહ જોવી પડતી હતી. હવે ટ્રાન્ઝેક્શન સ્ટેટસ અને રિવર્સલ સંબંધિત રિસ્પોન્સ ટાઈમિંગને ઘટાડીને 10 સેકન્ડ કરવામાં આવ્યો છે. આ સાથે જ વેલિડેટ એડ્રેસ (પે એન્ડ કલેક્ટ) માટેનો સમય પણ 15 સેકન્ડથી ઘટાડીને 10 સેકન્ડ કરવામાં આવ્યો છે. આનાથી પેમેન્ટમાં યુઝર્સનો ઘણો સમય બચશે.

Banner Image
3/7
UPIથી કેટલું કરી શકાય છે પેમેન્ટ?
UPIથી કેટલું કરી શકાય છે પેમેન્ટ?

UPI એપ દ્વારા તમે 2 લાખ રૂપિયા સુધીનો એક સાથે અથવા હપ્તામાં ટ્રાન્ઝેક્શન કરી શકો છો. આ પહેલા આવી રકમનો વ્યવહાર કરવા માટે બેન્કિંગ એપનો ઉપયોગ કરવો પડતો હતો. આની પણ એક મર્યાદા હતી.

4/7
ક્યારે લોન્ચ થયું હતું UPI?
ક્યારે લોન્ચ થયું હતું UPI?

ભારત સરકારે 11 એપ્રિલ 2016ના રોજ યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે UPI લોન્ચ કર્યું હતું. તેને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા બનાવવામાં આવ્યું હતું. UPIએ સરળ રીતે સીધા બેન્ક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવાની સુવિધા પૂરી પાડે છે. આ પહેલા ડિજિટલ વોલેટ્સ પ્રચલિત હતી. વોલેટ્સમાં KYCની ઝંઝટ હોય છે, જ્યારે UPIમાં આવું કંઈ કરવાની જરૂર નથી.

5/7
કેવી રીતે કામ કરે છે UPI પેમેન્ટ સિસ્ટમ?
કેવી રીતે કામ કરે છે UPI પેમેન્ટ સિસ્ટમ?

પહેલાં જો તમારે કોઈના બેન્ક ખાતામાં રૂપિયા મોકલવાના હોય તો તમારે તેમનો એકાઉન્ટ નંબર, બેન્કનું નામ, શાખાનું નામ અને IFSC કોડ જાણવો પડતો હતો. પરંતુ UPI આવ્યાની સાથે વસ્તુઓ સરળ બની ગઈ છે. હવે માત્ર મોબાઇલ નંબર, UPI ID અથવા ફક્ત QR કોડ દ્વારા પેમેન્ટ થઈ જાય છે. તમે કોઈના એકાઉન્ટમાં ફક્ત મોબાઇલ નંબર દ્વારા જ રૂપિયા ટ્રાન્સફર કરી શકો છો. આ કામમાં નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે NPCI એક લિંક તરીકે સામેલ છે.

6/7
દુનિયામાં ક્યાં-ક્યાં પહોંચ્યું ભારતનું UPI?
દુનિયામાં ક્યાં-ક્યાં પહોંચ્યું ભારતનું UPI?

ભારતનું UPI ફ્રાન્સમાં લોન્ચ થઈ ચૂક્યું છે. તે મોરેશિયસ, ભૂટાન અને શ્રીલંકામાં પણ લોન્ચ થઈ ચૂક્યું છે. ઇન્ડોનેશિયા, લેટિન અમેરિકા અને આફ્રિકા સાથે UPIને લઈ વાતચીત ચાલી રહી છે. જ્યારે રશિયા અને સિંગાપોર સાથે ડીલ થઈ ચૂકી છે. UAE સાથે એક MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

7/7
1 જુલાઈ 2025થી લાગુ થશે આ નવા નિયમો
1 જુલાઈ 2025થી લાગુ થશે આ નવા નિયમો

આ ઉપરાંત બેલેન્સ ચેક કરવાથી લઈને ઓટો-પેમેન્ટ પદ્ધતિમાં ઘણી બધી બાબતોને અપગ્રેડ કરવામાં આવી રહી છે, જેથી લોકો માટે પેમેન્ટ કરવાનું વધુ સરળ બની જશે. આ સુવિધાઓ 1 જુલાઈ 2025થી લાગુ કરવામાં આવશે.





Read More