PHOTOS

ઇન્ટરનેટ વિના કરો UPI Payment!, બસ '4' ડિજિટ રાખો યાદ

થાય છે. એક સમય હતો જ્યારે પેમેન્ટ કરવા માટે બેંકમાં જવું પડતું હતું. પરંતુ UPI પેમેન્ટથી તમામ કામ સરળ થઈ ગયા છે. હવે પળવારમાં પૈસા ટ્ર...

Advertisement
1/5
ઇન્ટરનેટ વિના કરો UPI Transfer
ઇન્ટરનેટ વિના કરો  UPI Transfer

તમે તમારી પેમેન્ટ એપથી ઇન્ટરનેટ વગર સરળતાથી UPI ટ્રાન્સફર કરી શકશો પરંતુ તેના માટે તમારા ફોનમાં નેટવર્ક હોવું જરૂરી છે.

2/5
ફોલો કરો આ ટીપ્સ
ફોલો કરો આ ટીપ્સ

તમને જણાવી દઈએ કે મોબાઈલ ડેટા કે ઈન્ટરનેટ વગર પેમેન્ટ કરવા માટે તમારે USSD સર્વિસનો ઉપયોગ કરવો પડશે. આ માટે સૌથી પહેલા તમારે તમારા સ્માર્ટફોન પર '*99#' ડાયલ કરવાનું રહેશે. 

Banner Image
3/5
UPI ID એન્ટર કરો
UPI ID એન્ટર કરો

આ પછી, તમને એક પોપ-અપ મેનૂ દેખાશે, જેમાં આપેલા ઘણા વિકલ્પોમાંથી તમારે પહેલો વિકલ્પ એટલે કે 'સેન્ડ મની' પસંદ કરવાનો રહેશે. હવે, નાણાં મોકલવા માટે વિવિધ વિકલ્પો દેખાશે જેમાં UPI ID, બેંક ખાતાની વિગતો અને મોબાઇલ નંબર એન્ટર કરવી પડશે.

4/5
UPI પિન દાખલ કરો
UPI પિન દાખલ કરો

અહીંથી મોડ ઓફ પેમેન્ટ સિલેક્ટ કરો અને પછી જરૂરી વિગતો ભર્યા પછી, તમારે કેટલા પૈસા ટ્રાંસફર કરવાના છે તે રકમ લખો. આ પછી તમારે તમારો UPI પિન દાખલ કરવો પડશે અને પૈસા ટ્રાન્સફર કરવા પડશે. 

5/5
ફોન નંબર રજિસ્ટર કરવો જરૂરી
ફોન નંબર રજિસ્ટર કરવો જરૂરી

આ રીતે, તમે ઇન્ટરનેટ વિના પણ તમારા સ્માર્ટફોનમાંથી UPI ટ્રાન્સફર કરી શકશો. તમને જણાવી દઈએ કે આ પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે તમારો ફોન નંબર UPI સાથે રજીસ્ટર હોવો જોઈએ.





Read More