વર્ષ 2015 સંઘ લોક સેવા આયોગ (UPSC) ની પરીક્ષામાં ટોપર બનેલ ટીના ડાબી (Tina Dabi) અને બીજા નંબર પર રહેલ અતહર આમિર ખાને (Athar Khan) લગ્ન કર્યાં હતા. લગ્નથી ભારતભરતમાં ચર્ચામાં આવેલી આ જોડીએ બે વર્ષમાં જ ડિવોર્સ માટે અરજી કરી છે. IAS ટ્રેનિંગ દરમિયાન ટીના અને અતહરની વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને બાદમાં બંનેએ એપ્રિલ 2018માં લગ્ન કર્યા હતા. કહેવામાં આવે છે કે, ટીના ડાબી અને અતહર આમિર ખાનના સંબંધમાં લાંબા સમયથી ખટરાગ ચાલી રહ્યો હતો.
ટીના ડાબી દિલ્હીની રહેવાસી છે અને અતહર આમિર ખાન જમ્મુ કાશ્મીરથી છે. વર્ષ 2015 માં યુપીએસસી પરીક્ષામાં ટીનાએ ટોપરનું સ્થાન મેળવ્યું હતું અને અતહર બીજા નંબર પર હતો. બંનેની મુલાકાત દિલ્હીના નોર્થ બ્લોક સ્થિત ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગની ઓફિસમાં થઈ હતી અને તેના બાદ બંનેની મિત્રતા વધી હતી.
ટીના અને અતહરની મિત્રતા ધીરે ધીરે પ્રેમમાં બદલવા લાગી હતી. તેના બાદ મસૂરીના લાલ બહાદુર શાસ્ત્રી આઈએએસ એકેડમીમાં ટ્રેનિંગ દરમિયાન બંને હંમેશા સાથે નજર આવવા લાગ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચેના પ્રેમની બહુ ચર્ચા થવા લાગી હતી.
ટ્રેનિંગ દરમિયાન જ હંમેશા સાથે નજર આવતા હતા અને ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતા હતા. તેના બાદ બંનેનો પ્રેમ દુનિયાની સામે આવ્યો હતો. જોકે, તેમના લગ્ન માટે ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક હિન્દુ સંગઠનોએ બંને વચ્ચે વધતા પ્રેમનો વિરોધ પણ કર્યો હતો.
વિરોધ બાદ પણ ટીના અને અતહરે હાર માની ન હતી અને લગ્નની જાહેરાત કરી હતી. એપ્રિલ 2018માં બંનેએ જયપુર કોર્ટમાં લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન દેશભરમાં ચર્ચાનુ કેન્દ્ર બન્યા હતા.
ટીના અને અતહરના લગ્ન માત્ર બે વર્ષ જ ચાલ્યા હતા. હવે બંનેનો સંબંધ પૂરી રીતે ખત્મ થવાની કગાર પર પહોંચી ગયો છે. તેથી બંનેએ ડિવોર્સ માટે અરજી નાંખી છે.