નવી દિલ્હીઃ બિલ બોસ OTT (Bigg Boss OTT) ની કન્ટેસ્ટેંટ ઉર્ફી જાવેદ (Urfi Javed) ભલે ટીવીના સૌથી મોટા પોપ્યૂલર રિયાલિટી શોમાં વધારે દિવસ સુધી ટકી ન શકી પરંતુ જ્યાં સુધી તે બિગ બોસ(Bigg Boss) માં રહી ત્યાં સુધી તેને ફેન્સનો ખુબ પ્રેમ મળ્યો. ઉર્ફી જ્યારથી બિગ બોસ હાઉસથી બહાર આવી ગઈ છે ત્યારથી સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. એટલું જ નહીં પણ છેલ્લા થોડા દિવસથી તેમના સુપર બોલ્ડ ફોટો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર ઉર્ફીના ફોટાના કારણે તે ખુબ ટ્રોલ થઈ ચૂકી છે અને હવે એક્ટ્રેસના અમુક નવા ફોટા સામે આવતા જ તે ફરી ચર્ચામાં આવી ગઈ છે.
ઉર્ફી જાવેદ હાલ નવા ફોટામાં રેડ કલરની ધોતી અને ટાઈપ સ્કર્ટ અને શાનદાર પ્રિન્ટેડ ક્રોપ ટ્યૂબ ટોપમાં જોવા મળી. આ આઉટફિટમાં ઉર્ફીના ફોટા ખુબ વાયરલ થઈ રહ્યા છે.
ઉર્ફી (Urfi Javed) ફોટામાં પોતાના ટ્યૂબ ટોપને એડજસ્ટ કરતી અને પોતાની અદાઓ રેલાવતી નજરે પડી રહી છે. ઉર્ફી જાવેદે આ ફોટાના કેપ્શનમાં લખ્યું કે લગભગ તમામ છોકરીઓ ઈત્તેફાક રાખશે.
એક્ટ્રેસે પોતાના ફોટા શેક કરીને લખ્યું કે, ટ્યૂબ ટોપ પહેરીને મોટાભાગની છોકરીઓ શું છે? દરેક સમયે બસ કપડાને એડજસ્ટ કરતી જોવા મળે છે. જણાવી દઈએ કે, ટ્યૂબ ટોપ પહેરનારી મોટાભાગની છોકરીઓને આ પરેશાની આવે છે.
ઉર્ફીના ફોટા પર અઢળક લોકોએ કમેન્ટ કરી. આ શાનદાર ફોટાના ખુબ વખાણ થઈ રહ્યા છે. જો કે, અમુક લોકોએ ઉર્ફીના આ ફોટા મામલે તેને ટ્રોલ પણ કરી.
જણાવી દઈએ કે, ઉર્ફી જાવેદે આ પહેલાં પણ બિકિનીમાં પોતાના અનેક શાનદાર ફોટા શેર કરેલા છે અને ફેન્સ તેમના બિકિની લૂક પર દમદાર રિએક્શન આપે છે. ઉર્ફી બિકિની ફોટામાં પોતાનું ટેટૂ પણ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.