PHOTOS

અમેરિકાનું સૌથી વિનાશક વોર વેપન B-2, હવે દુનિયામાં બચ્યા છે માત્ર 20; આ જેટ છે દુશ્મનોનો કાળ

US B-2 Spirit Bomber​: પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંભવિત યુદ્ધના સમાચાર સતત આવી રહ્યા છે. બીજી તરફ ભૂકંપ દરમિયાન ભારત દ્વારા આપવામાં આવેલી મદદને ભૂલીને વિશ્વાસઘાત તુર્કી મુસ્લિમ બ્રધરહુડ અને ઉમ્માના નામે પાકિસ્તાનને હથિયાર મોકલી રહ્યું છે. ભારત પાસે રશિયા, અમેરિકા, ઇઝરાયલ અને ફ્રાન્સના ઘાતક હથિયારનો ભંડાર છે. અહીં આપણે અમેરિકાના સૌથી ખતરનાક જેટ B-2 વિશે વાત કરી રહ્યા છીએ, જેને જોઈને ગાઈડેડ મિસાઈલો પણ પોતાનો રસ્તો ભૂલી જાય છે. આકાશનું બાજ B-2ની માત્ર હાજરી યુદ્ધનો માર્ગ બદલી નાખે છે.

Advertisement
1/7
B-2 સ્પિરિટ
B-2 સ્પિરિટ

B-2 અમેરિકાનું સૌથી ઘાતક અને ખતરનાક હથિયાર છે, આમાંથી માત્ર 20 જ અસ્તિત્વમાં છે. નોર્થ્રોપ ગ્રુમ્મન દ્વારા ડિઝાઇન કરાયેલ આ B-2 સ્પિરિટ છે. જેને સ્ટીલ્થ બોમ્બર તરીકે પણ ઓળખવામાં આવે છે. તે અમેરિકાની એરફોર્સના સ્ટોકમાં સૌથી અદ્યતન અને વ્યૂહાત્મક વિમાનોમાંથી એક છે.

2/7
સ્ટીલ્થ બોમ્બર
સ્ટીલ્થ બોમ્બર

B-2 સ્પિરિટ એક સ્ટીલ્થ બોમ્બર છે. આ વિમાન યુએસ એરફોર્સ ઇન્વેન્ટરીમાં સૌથી અદ્યતન અને વ્યૂહાત્મક વિમાનોમાંથી એક છે. આ હેવી ડ્રેસ્ટ્રાયર અમેરિકન સ્ટ્રેટેજિક બોમ્બર સ્ટીલ્થ ટેકનોલોજીથી બનેલું છે, તેથી તેમાં અદ્રશ્ય થવાની ક્ષમતા છે એટલે કે દુશ્મનની રડાર તેને શોધી શકતી નથી. તે થોડી ક્ષણો માટે આકાશમાં અદૃશ્ય થઈ જાય છે અને પછી તેના ટાર્ગેટને નિશાન લગાવે છે. દુનિયામાં તેના ફક્ત 20 ટુકડા જ હાજર છે. તે સૌપ્રથમ શીત યુદ્ધ દરમિયાન ડિઝાઇન કરવામાં આવ્યું હતું. જેનો ઉપયોગ સોવિયેત રડારથી બચવા અને દુશ્મનના પ્રદેશમાં પરમાણુ શસ્ત્રો પહોંચાડવા માટે થતો હતો.

Banner Image
3/7
આકાશનો બાદશાહ
આકાશનો બાદશાહ

B-2 જેટની સૌથી અનોખી ખાસિયત એટલે કે USP વિશે વાત કરીએ તો તેની ફ્લાઈંગ વિંગ ડિઝાઇન અદ્ભુત છે. જે તેના રડાર ક્રોસ-સેક્શનને નોંધપાત્ર રીતે ઘટાડે છે. આ ખાસ ડિઝાઇન કરેલું રડાર એવી ધાતુથી બનેલું છે જેની ગતિને નિયંત્રિત કરવી લગભગ અશક્ય છે. B-2 જેટ 50000 ફૂટ સુધીની ઊંચાઈ પર હુમલો કરવાનું મિશન કરી શકે છે. એક વખત ફ્યૂલ ટેન્ક ફુલ થવા પર તે 6,000 નોટિકલ માઇલથી વધુ મુસાફરી કરી શકે છે. આ ક્ષમતાનેને 10,000 નોટિકલ માઇલ સુધી વધારી શકાય છે, જેનાથી તે યુએસની ધરતીથી તેના ઈન્ટર કોન્ટિનેન્ટલ એટલે કે આંતરખંડીય મિશન સરળતાથી પુરુ થઈ જાય છે.

4/7
પરમાણું બોમ્બથી સજ્જ
પરમાણું બોમ્બથી સજ્જ

40,000 પાઉન્ડ વઝનના હથિયારો વહન કરવામાં સક્ષમ B-2 પરંપરાગત અને પરમાણુ બન્ને પ્રકારના હથિયારોને વહન અને ફાયરિંગ કરવામાં સક્ષમ છે. B-3, JDAM સહિત ગાઈડેડ બોમ્બ અને GBU-57 મેસિવ ઓર્ડનન્સ પેનિટ્રેટર પણ લઈ જઈ શકે છે. આ ફાઇટર જેટ પરમાણુ હથિયારને જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે B-61 અને B-83 ગુરુત્વાકર્ષણ બોમ્બ સાથે અમેરિકાના પરમાણુ ત્રિકોણમાં સામેલ છે.

5/7
ખૂબ જ મોંઘું છે...
ખૂબ જ મોંઘું છે...

તેની અનોખી ક્ષમતાઓ હોવા છતાં B-2ને ભારે ટીકાનો સામનો કરવો પડ્યો છે. તેના એક યુનિટની કિંમત 2 અબજ ડોલરથી વધુ છે. બે અકસ્માતો પછી હવે ફક્ત 20 વિમાનો સેવામાં બાકી છે. પ્લેટફોર્મ જાળવવા માટે ઘણી મહેનત કરવી પડે છે. ઓછી-આવર્તન રડાર અને ઇન્ફ્રારેડ ટ્રેકિંગ જેવી શોધ તકનીકોના વિકાસને કારણે નબળાઈઓ યથાવત છે. પરંપરાગત મિશન માટે પરમાણુ-સક્ષમ વિમાનોનો ઉપયોગ કરવાથી પણ તંગ પ્રદેશોમાં ખોટી ગણતરી થવાનું જોખમ રહેલું છે.

6/7
સીક્રેટ મિશન પર મોકવાય છે B-2
સીક્રેટ મિશન પર મોકવાય છે B-2

અમેરિકાએ આ વિમાનો કયા-ક્યા દેશોને વેચ્યા છે કે નથી વેચ્યા તે અંગે કોઈ સત્તાવાર માહિતી નથી. ચીન દ્વારા રિવર્સ એન્જિનિયરિંગના ડરને કારણે શક્ય છે કે અમેરિકાએ આ એટેક જેટ ફક્ત વ્યક્તિગત ઉપયોગ માટે બનાવ્યું હોય.

7/7
તેના જેવું કોઈ નથી
તેના જેવું કોઈ નથી

એવું કહેવાય છે કે, દુનિયામાં આવા વિમાનો છે, પણ તેના જેવું કોઈ વિમાન નથી.





Read More