PHOTOS

Trump Tariffs India: ટેરિફ એટેક બાદ ભારત અમેરિકામાં આ સામાન મોકલવાનું બંધ કરી દે તો શું થશે? કોને થશે નુકસાન, જાણો દરેક વિગત

25% tariff India: અમેરિકાએ ભારત ઉપર ટેરિફ વધારવા પાછળ રશિયાથી ક્રૂડ ઓયલ અને સૈન્ય ઉપકરણની ખરીદીનું કારણ જણાવ્યું છે. આ નિર્ણય ભારત-અમેરિકા વ્યાપાર સંબંધોને સીધી રીતે પ્રભાવિત કરી શકે છે.
 

Advertisement
1/8
ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ટેરિફ કેમ લગાવ્યો?
 ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ટેરિફ કેમ લગાવ્યો?

અમેરિકા દ્વારા 7 ઓગસ્ટ 2025થી ભારતમાંથી આયાત થતાં સામાન પર 25 ટકા ટેરિફ લાગૂ કર્યો છે. આ સિવાય અમેરિકાના રાષ્ટ્રપતિએ 25 ટકા એક્સ્ટ્રા ટેરિફ લાદવાની જાહેરાત પણ કરી છે. ટ્રમ્પે તેની પાછળનું કારણ ભારત દ્વારા રશિયાથી તેલ અને સૈન્ય ઉપકરણની ખરીદીને ગણાવ્યું છે.

2/8
કોને સૌથી વધુ અસર થશે?
 કોને સૌથી વધુ અસર થશે?

આ નિર્ણય ભારત અને અમેરિકા વચ્ચે પહેલાથી જ અસ્તિત્વમાં રહેલા વેપાર સંબંધોને આંચકો આપી શકે છે. આવી સ્થિતિમાં, મોટો પ્રશ્ન એ ઉભો થાય છે કે જો ભારત પણ જવાબમાં અમેરિકા સાથેના વેપાર સંબંધોને મર્યાદિત કરે છે, તો કોને સૌથી વધુ અસર થશે? ભારત કે અમેરિકા?

Banner Image
3/8
અમેરિકા ભારતનો સૌથી મોટો વ્યાપારિક ભાગીદાર છે
 અમેરિકા ભારતનો સૌથી મોટો વ્યાપારિક ભાગીદાર છે

છેલ્લા ચાર વર્ષથી, અમેરિકા ભારતનો સૌથી મોટો વ્યાપારિક ભાગીદાર રહ્યો છે. નાણાકીય વર્ષ 2024-25માં, બંને દેશો વચ્ચે લગભગ $131.84 બિલિયનનો વેપાર થયો હતો, જેમાંથી ભારતે લગભગ $87 બિલિયનની નિકાસ અમેરિકાને કરી હતી. આવી સ્થિતિમાં, જો અમેરિકા ભારતમાંથી આયાત થતા ઉત્પાદનો પર 25% ટેરિફ લાદે છે, તો તેની સીધી અસર ભારતના ઘણા મોટા ઉદ્યોગો - જેમ કે IT સેવાઓ, દવાઓ, કાપડ અને રત્ન-ઝવેરાત પર પડશે.

4/8
ભારત પર સંભવિત અસર
 ભારત પર સંભવિત અસર

ભારત અમેરિકાને મોટી માત્રામાં જેનરિક દવાઓ, ટેક્સટાઇલ, આઈટી સર્વિસ અને ઘરેણાની નિકાસ કરે છે. જો ભારત અમેરિકાને આ ઉત્પાદકોની નિકાસ રોકી દે કે વેપાર સીમિત કરે તો તેની સીધી અસર દવા કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ અને આઈટી કંપનીઓ પર પડશે.

5/8
લાખો નોકરીઓ પર આવી શકે છે સંકટ
 લાખો નોકરીઓ પર આવી શકે છે સંકટ

તેનાથી લાખો નોકરીઓ પર સંકટ આવી શકે છે અને ભારતમાં વિદેશી રોકાણ પર પણ અસર દેખાશે, કારણ કે ગૂગલ, માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓએ ભારતમાં અબજો ડોલરનું રોકાણ કર્યું છે. સાથે વિદેશી મુદ્રા ભંડાર પર પણ દબાવ આવી શકે છે.  

6/8
અમેરિકા પર સંભવિત અસર
 અમેરિકા પર સંભવિત અસર

જોકે અમેરિકાનું અર્થતંત્ર ઘણું મજબૂત અને વૈવિધ્યસભર છે, પરંતુ જો ભારત સાથે વેપાર મર્યાદિત રહેશે તો તેને પણ નુકસાન થશે. ભારતમાંથી સસ્તા કપડાં, દવાઓ અને તકનીકી સેવાઓ મોંઘી થશે. આનાથી ત્યાંના ગ્રાહકો અને ઉદ્યોગપતિઓ પર આર્થિક બોજ વધી શકે છે. અમેરિકન કંપનીઓને ભારતને બદલે વિયેતનામ અથવા બાંગ્લાદેશ જેવા અન્ય વિકલ્પોમાંથી માલ મંગાવવો પડી શકે છે, જે ખર્ચાળ અને સમય માંગી લે તેવું હશે.

7/8
કોના પર પડશે સૌથી વધુ પ્રભાવ?
 કોના પર પડશે સૌથી વધુ પ્રભાવ?

જો આપણે વેપાર સંતુલન પર નજર કરીએ તો, ભારતનો અમેરિકા સાથે મોટો નિકાસ સંબંધ છે. જો ભારત અમેરિકા સાથે વેપાર બંધ કરે છે, તો ભારતને અમેરિકા કરતાં વધુ આર્થિક નુકસાન થઈ શકે છે કારણ કે અમેરિકા ભારતનું સૌથી મોટું નિકાસ બજાર છે. જોકે ભારતમાં યુરોપ, મધ્ય પૂર્વ અને એશિયન દેશો જેવા અન્ય બજારો પણ છે, પરંતુ અમેરિકા જેવા મોટા અને સ્થિર બજારને છોડી દેવું સરળ રહેશે નહીં.  

8/8
બંને દેશના વ્યાપારિક સંબંધમાં વધી શકે છે તણાવ
 બંને દેશના વ્યાપારિક સંબંધમાં વધી શકે છે તણાવ

25 ટકા એડિશનલ ટેરિફ લાગૂ થયા બાદ ભારત અને અમેરિકાના વ્યાપારિક સંબંધમાં તણાવ વધી શકે છે. બંને દેશ પોત-પોતાના ફાયદા અને નુકસાન જાણી આગામી પગલું ભરશે. કારણ કે આ ટકરાવથી બંનેને નુકસાન થઈ શકે છે. પરંતુ ભારતીય અર્થવ્યવસ્થા પર તેનો પ્રભાવ થોડો વધુ થઈ શકે છે.  





Read More