PHOTOS

Potato Hacks: ગંદા જૂતા સાફ કરવા આ રીતે બટેટાનો યુઝ કરો, વર્ષો જુના શૂઝ પણ નવા હોય એવા સાફ લાગશે

Potato Hacks to clean Dirty Shoes: વરસાદના કારણે ઠેરઠેર કાદવ કીચડ થઈ જાય છે. જેમાં જૂતા ખૂબ જ ખરાબ થઈ જાય છે. માટી, કીચડવાળા જૂતા સાફ કરવા સૌથી મોટી સમસ્યા લાગે છે. પરંતુ આ મુશ્કેલને આસાન કરવાની ટ્રીક આજે તમને જણાવીએ. 
 

Advertisement
1/5
બટેટાથી શૂઝ સાફ કરો
બટેટાથી શૂઝ સાફ કરો

રસોડામાં રહેલા બટેટાની મદદથી તમે ગંદામાં ગંદા જૂતા પણ સરળતાથી સાફ કરી શકો છો. કોઈપણ શૂઝ હોય તમે તેને બટેટાથી સાફ કરી શકો છો. બટેટાનો યુઝ કરવાથી શૂઝ સાફ પણ થઈ જશે અને નવા હોય એમ ચમકવા પણ લાગશે.   

2/5
બટેટાના ટુકડા
બટેટાના ટુકડા

શૂઝ સાફ કરવા માટે સૌથી પહેલા શૂઝને પાણીથી ધોઈ અને તેના પરનું કીચડ કાઢી નાખો. ત્યારબાદ બટેટાના 2 ટુકડા કરો અને બટેટાના ટુકડા વડે શૂઝને સારી રીતે ઘસો. બટેટાથી શૂઝ સાફ કરશો એટલે તેના પર સફેદ ફીણ દેખાવા લાગશે. ત્યારબાદ શૂઝને 5 થી 10 મિનિટ રાખી મુકો અને પછી ફરીથી પાણીથી શૂઝને સાફ કરી લો.  

Banner Image
3/5
વાઈટ જૂતા પણ શાઈન કરવા લાગશે
વાઈટ જૂતા પણ શાઈન કરવા લાગશે

બટેટામાં નેચરલ સ્ટાર્ચ હોય છે જે ગંદકી, ધૂળ, માટી અને ડાઘને સોફ્ટ કરી દુર કરવામાં મદદ કરે છે. બટેટા એસિડિક પણ હોય છે જે લાઈટ કલરના શૂઝ પરથી ડાઘ પણ કાઢી નાખે છે. બટેટાનો યુઝ કરશો તો વાઈટ જૂતા પણ શાઈન કરવા લાગશે.  

4/5
કૈનવાસ, કપડાના શૂઝ, સ્નીકર્સ
કૈનવાસ, કપડાના શૂઝ, સ્નીકર્સ

બટેટાનો ઉપયોગ કૈનવાસ, કપડાના શૂઝ, સ્નીકર્સ, સ્પોર્ટ શૂઝ પર યુઝ કરશો તો બધા જ ડાઘ પણ નીકળી જશે. જો કે લેધર અને સિંથેટિક ટાઈપના શૂઝની સફાઈ બટેટાથી કરવી થોડી મુશ્કેલ હોય છે.   

5/5




Read More